Loading...

SG હાઇવે બનશે આઇકોનિક ડસ્ટ ફ્રી:પકવાન સર્કલથી ઈસ્કોન બ્રિજ જશો તો લેન્ડસ્કેપિંગ, ગજેબો, જીમ ને ફાઉન્ટેન જોઈ આપોઆપ સ્પીડ ઓછી થઈ જશે

વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સર્કલ સુધી રોડ ડેવલોપમેન્ટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. જે બાદ શહેરના એસજી હાઇવે ગણાતા વૈષ્ણોદેવી સર્કલથી લઈને સરખેજ ઉજાલા સર્કલ સુધીના રોડને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યો છે.

ડસ્ટ ફ્રી રોડ પર વૃક્ષ અને તેની માહિતી આપતું બોર્ડ આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ભાગમાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જે પણ વૃક્ષ અથવા પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે તેની માહિતી આપતું બોર્ડ પણ લગાવાયું છે. હયાત રોડની પહોળાઈને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતાં સર્વિસ રોડનું અંદાજીત 8 મીટર પહોળાઈમાં 750 મીટર સુધી ડેવલપમેન્ટ કરાયું છે.

નેશનલ હાઇવેના બફરઝોનમાં શહેરી વનીકરણ કરી લેન્ડસ્કેપીંગમાં વધારો પકવાન જંકશન પાસે જજીસ બંગ્લોઝ પાસેથી આવતા ટ્રાફિકને એસ.જી હાઇવે ઉપર સીગ્નલ મુક્ત ફ્રી લેફટ ટર્ન પણ મળશે. નેશનલ હાઇવેનાં બફરઝોનમાં શહેરી વનીકરણ કરી લેન્ડસ્કેપીંગમાં વધારો કરી પર્યાવરણ સંતુલન પર ભાર તેમજ અન્ય જરૂરીયાત મુજબની સ્થળ પરિસ્થિતિ મુજબની કામગીરી કરવામાં આવી છે. અનિયમિત કાચા ભાગમાં આવેલા હયાત મોટા વૃક્ષોની પણ જાળવણી કરવામાં આવી છે. ટોરેન્ટ હાઈટેનશન લાઈનનાં ટાવરને સિમેન્ટ જાળી લગાવી કવર કરાયા છે.

એસજી હાઇવે પર ચાલવાનો સરસ રોડ બનાવ્યો એટલે અકસ્માત થશે નહી: સ્થાનિક શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા સ્થાનિક ગોવિંદભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરરોજ તેઓ અહીંયા ચાલવા માટે આવે છે. પહેલા ચાલવા માટે આવતા હતા તો અકસ્માત થતા હતા પોતે પણ અકસ્માતનો ભોગ બન્યા છે, પરંતુ ચાલવા અને બેસવા માટે આ અલગથી સરસ જગ્યાને ડેવલપમેન્ટ કરવામાં આવી છે તેનાથી લોકોને ખૂબ જ લાભ થશે.
અત્યાધુનિક સુવિધાની સાથે હરવા-ફરવાની જગ્યા મળશે વૈષ્ણોદેવી સર્કલથી સરખેજના ઉજાલા સર્કલ સુધી આખા એસજી હાઇવે પર આ મુજબ આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડ બનશે. જેના માટે પ્રથમ ફેઝમાં પકવાન સર્કલથી ઇસ્કોન સુધી ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે હવે બાકીના ભાગોમાં તબક્કાવાર રીતે ડેવલપમેન્ટ કરાશે, જેથી લોકોને અત્યાધુનિક સુવિધાની સાથે હરવા-ફરવાની જગ્યા મળી રહેશે.

Image Gallery