પૂરપાટ આવતી AMTSએ ત્રણ વાહનને ટક્કર મારી,CCTV:બસ સ્કૂલવાન સાથે અથડાતાં જ ટેમ્પો-રિક્ષા ટકરાયાં, વાન સેન્ડવિચ જેવી થઈ ગઈ, બે લોકોને ઈજા
અમદાવાદના ગોતા વિસ્તારમાં AMTS બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી AMTS બસે એક સ્કૂલવાન, ટેમ્પો અને રિક્ષા એમ ત્રણ વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શહેરના ગોતા વિસ્તારમાં ચાંદની હોમ ડેકોરેટરની સામે ત્રણ રસ્તા નજીક પૂરપાટ ઝડપે AMTS બસ આવી હતી અને સ્કૂલવાન સહિત 3 વાહનોને અડફેટે લીધાં હતાં.
એક ગ્રે કલરની ફોર-વ્હીલર નીકળતી હોવાથી સ્કૂલવાન ચાલક રોડ પર ઊભો હતો અને ટેમ્પોચાલક સામેથી આવી રહ્યો હતો. જ્યારે રિક્ષા પણ ત્યાં ઊભી હતી. આ દરમિયાન અચાનક જ બસ આવી હતી અને સૌથી પહેલા સ્કૂલવાનને ટક્કર મારતાં ટેમ્પો સહિત ત્રણેય વાહનો જોરદાર ટકરાયાં હતાં.
એક્ટિવાચાલક નસીબનો બળિયો નીકળ્યો અકસ્માતના સીસીટીવીમાં સ્પષ્ટ જણાય છે કે બસ ખૂબ જ ઓવર સ્પીડમાં હતી. બસની ટક્કર વાગે એની 10 સેકન્ડ પહેલાં જ એક્ટિવાચાલક ત્યાંથી નીકળવા જતો હતો, પરંતુ તેણે બ્રેક મારી, જેના કારણે થઈને બચી ગયો હતો. જો એક્ટિવાચાલક ત્યાંથી પસાર થતો હોત તો ગંભીર જાનહાનિ થઈ હોત. આ મામલે હાલ તપાસ શરૂ કરાઇ છે

ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ ઘટના અંગેની જાણ એ ડિવિઝન ટ્રાફિક-પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા. ટ્રાફિક-પોલીસ દ્વારા હાલમાં એએમટીએસ બસચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માત કયાં કારણોસર થયો એ અંગે તપાસ થઈ રહી છે.