પતિની હત્યા કરીને બાથરૂમમાં દફનાવ્યો, ઉપર ફ્લોર બનાવડાવ્યો:ત્યાં જ નાહતી હતી, 45 દિવસ બાદ ખુલાસો થતાં કહ્યું- 'મને મારતો હતો, એટલે મારી નાખ્યો'
આગ્રામાં પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ઘરના બાથરૂમમાં દાટી દીધો. ઉપરથી ફ્લોરિંગ કરાવી દીધું અને તે જ બાથરૂમનો રોજ ઉપયોગ કરતી રહી. 45 દિવસ સુધી પોલીસ અને ઘરના સભ્યોને ગેરમાર્ગે દોર્યા. તપાસ દરમિયાન મહિલા પોલીસ સાથે CCTV ફૂટેજ જોતી રહી અને રડવાનો ઢોંગ કરતી રહી.
મહિલાના જેઠને તેના વર્તન પર શંકા ગઈ. તેણે મહિલાને કહ્યું કે જો કોઈ મુશ્કેલી હોય તો તે સાથ આપશે. આ પછી મહિલાએ ગુનો કબૂલી લીધો. પોલીસે તેના જણાવ્યા મુજબ બાથરૂમનો ફ્લોર તોડ્યો, જ્યાંથી માત્ર હાડપિંજર મળી આવ્યું.
મહિલાએ પોલીસને જણાવ્યું કે પતિ દારૂ પીને મારપીટ કરતો હતો. તેથી તેણે ખીરમાં 18થી વધુ ઊંઘની ગોળીઓ ભેળવીને પતિને ખવડાવી દીધી, જેનાથી તેનું મૃત્યુ થયું. આ પછી તેણે જેઠને ફોન કરીને રાજસ્થાનથી બોલાવ્યા અને બંને બાળકો અને સાસુને ઘરેથી મોકલી દીધા.
પછી મૃતદેહને રૂમમાંથી ખેંચીને બાથરૂમમાં લઈ જઈને ખાડો ખોદીને દફનાવી દીધો. ત્યારબાદ જેઠને જણાવ્યું કે પતિ તેની સાથે ઝઘડો કરીને 5 હજાર રૂપિયા લઈને જતો રહ્યો છે. પછી તે પોતે પણ રાજસ્થાન જતી રહી. આઠ દિવસ પછી પાછી ફરીને તેણે મજૂરો બોલાવ્યા અને બાથરૂમનું ફ્લોરિંગ કરાવી દીધું. સુરેન્દ્ર શર્મા મૂળ રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હતા. તેઓ આગ્રામાં પત્ની, બાળકો અને માતા સાથે રહેતા હતા.
આગરામાં એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી, પછી તેની લાશ ઘરના બાથરૂમમાં જ દફનાવી દીધી. કોઈને આ વાતની ખબર ન પડે તે માટે, બાથરૂમમાં લાશ ઉપર ટાઇલ્સ લગાવી દીધી.
45 દિવસ સુધી લોકોને કહેતી રહી કે પતિ ગુમ છે. શુક્રવારે જ્યારે પોલીસ વેરિફિકેશન કરવા પહોંચી, ત્યારે મહિલા ગભરાઈ ગઈ અને પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો.
આરોપી મહિલાનું નામ રૂબી છે. તેણે પોલીસને જણાવ્યું કે હત્યા પછી લાશ પર માટી નાખીને પ્લાસ્ટર કરાવી દીધું હતું. પછી મજૂરો બોલાવીને ટાઇલ્સ પણ લગાવી દીધી હતી.
પોલીસે બાથરૂમનો ફ્લોર તોડીને મૃતક સુરેન્દ્ર કુમાર શર્માનું હાડપિંજર શોધી કાઢ્યું. ઘટનાનો ખુલાસો થયા પછી મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા.