Loading...

ચાંદી એક અઠવાડિયામાં ₹13,851 મોંઘી થઈ, સોનું ₹2001 વધ્યું:આ વર્ષે ગોલ્ડે 69%, સિલ્વરે 107%નું રિટર્ન આપ્યું

આ વર્ષે સોનું ₹52,430 અને ચાંદી ₹92,193 મોંઘી થઈ

  • આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત 52,430 રૂપિયા (69%) વધી છે. 31 ડિસેમ્બર 2024 ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે હવે 1,28,592 રૂપિયા થઈ ગયું છે.
  • ચાંદીનો ભાવ પણ આ દરમિયાન 92,193 રૂપિયા (107%) વધી ગયો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે હવે 1,78,210 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

3 મુખ્ય કારણો, જેનાથી સોનામાં તેજી આવી

1. કેન્દ્રીય બેંકોની ખરીદી: દુનિયાભરની મોટી બેંકો ડોલર પર નિર્ભરતા ઘટાડવા માગે છે, તેથી તેઓ પોતાના ભંડોળમાં સોનાનો હિસ્સો સતત વધારી રહ્યા છે.

અસર: જ્યારે મોટી બેંકો સતત ખરીદી કરે છે ત્યારે બજારમાં સોનાની માગ જળવાઈ રહે છે અને કિંમત વધે છે.

2. ક્રિપ્ટોથી સોના તરફ વલણ: ક્રિપ્ટોમાં ઉતાર-ચઢાવ અને કડક નિયમોના ડરથી રોકાણકારો પૈસા સોનામાં લગાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન ભારતમાં શેરબજારમાંથી ઓછા વળતરે પણ સોનાને આકર્ષક બનાવ્યું છે. આ ઉપરાંત લગ્નની સિઝન શરૂ થવાથી પણ સોનાની માગ વધી ગઈ છે.

અસર: સોનાની માગમાં તેજી અને ગોલ્ડ ETFમાં વધતા રોકાણથી કિંમતો વધી જાય છે.

3. લાંબા ગાળાની સંપત્તિ: સોનું ક્યારેય સંપૂર્ણપણે નકામું થતું નથી. એ નાશ પામતું નથી, મર્યાદિત માત્રામાં છે અને મોંઘવારીના સમયે એની કિંમત જાળવી રાખે છે.

અસર: લાંબા ગાળે સોનું રાખવું મોટે ભાગે ફાયદાકારક છે.

સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો

1. ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો

હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6-અંકનો હોલમાર્ક કોડ હોય છે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક છે, એટલે કે કંઈક આના જેવો - AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે.

2. કિંમત ક્રોસ ચેક કરો

ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે.