Loading...

સંઘવીની નાગરિકો સાથે સારા વર્તનની સલાહ 24 કલાક ના ટકી:અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફા મારી લોહી કાઢ્યું, સુરતમાં પોલીસકર્મીએ દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારીને ફડાકા ઝીંક્યા

તો અન્ય એક બનાવમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતથી પણ પોલીસના ગેરવર્તનનો એક નિંદનીય કિસ્સો સામે આવ્યો છે. ઉમરા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલની આ સમગ્ર ગેરવર્તણૂક દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારીને કાયદેસરની સમજૂતી આપવાને બદલે અથવા કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે કોન્સ્ટેબલ સીધો જ વેપારી પર હાથ ઉપાડે છે.

CCTV ફૂટેજમાં જોવા મળતી આ ઘટનામાં કોન્સ્ટેબલ દુકાનદારને એક જોરદાર લાફો મારે છે અને ત્યારબાદ ત્યાં હાજર અન્ય વ્યક્તિ સાથે પણ મારપીટ કરી તેને ધક્કો મારે છે. જોકે વેપારીએ નિયમનો ભંગ કરી મોડી રાત સુધી દુકાન ચાલુ રાખી હતી, પરંતુ પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવાને બદલે સરેઆમ મારપીટ કરવી તે ગંભીર સવાલ ઊભા કરે છે. આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાસ્કરે ભોગ બનનાર વેપારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ભયના માર્યા ભોગ બનનાર વેપારી હજુ સુધી અધિકૃત રીતે સામે આવ્યો નથી.

18 ડિસેમ્બર, 2025એ અમદાવાદમાં ખાખી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસને સલાહ આપતા જણાવ્યું હતું કે, પોલીસિંગ તેવી થવી જોઈએ કે ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ. અમદાવાદ ગ્રામ્ય પોલીસને સલાહ છે કે ગુનેગારોની ચાલ બદલાઈ જવી જોઈએ તે કોઈ નવાઈ નથી. ગુનેગારોને પોલીસના ડર રહે તેવો વ્યવહાર પોલીસનો રહેવો જોઈએ તેવો મને વિશ્વાસ છે. કિલોમીટર દૂરથી કોઈ દાદા દાદી આવે અને પીઆઈ ખુરશી પરથી ઊભો થઈ પાણી આપશે તો ફરિયાદીને જીવન જીવવાની તાકત વધશે. ફરિયાદી જોડે પીઆઇ ગુનેગારોની રીતે વાત કરશે તો વડીલો તેમની આશા ગુમાવી દેશે. અમદાવાદ જિલ્લાના નાગરિકો સાથે પ્રેમથી વર્તન કરે તેવી પોલીસને સલાહ આપીએ.

બંસરીબેને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયા મહિલાએ અરજી આપી છે તે મુજબ વાસણામાં રહેતી બંસરી ઠક્કર નામની મહિલા ગઈકાલે(19 ડિસેમ્બર) સાંજે 6:30 વાગે ચાર રસ્તા સિગ્નલ ક્રોસ કરતા હતા. તે દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને રોકીને લાઇસન્સ માગ્યું હતું. બંસરીબેને લાઇસન્સ આપ્યું હતું. બંસરીબેને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયા અને બંસીબેન ઊંચા અવાજે વાત કરતા હતા જેથી બંસરીબેને પૂછ્યું કે તમે પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો?

આઈડી નીચે પડતાં પોલીસકર્મી ગુસ્સે થયા તમારું આઈડી બતાવો ત્યારે પોલીસ કર્મીએ આઈડી આપ્યું હતું જે જોઈને બંસરીબેને પરત આપી રહ્યા હતા ત્યારે આઈડી નીચે પડી ગયું હતું.આઈડી નીચે પડતા પોલીસ કર્મી ગુસ્સે થઈ ગયા અને આક્રોશમાં આવીને બંસરીબેનનો હાથ ખેંચી તેમના વાહનને લાતો મારીને કહેવા લાગ્યા હતા કે કાર્ડ ઉપાડીને આપ.

મહિલા પીઆઈએ ક્રોસ ફરિયાદ થશે તેમ કહીને ધમકાવીને બહાર મોકલી દીધા પોલીસ કર્મચારીએ અસભ્ય વર્તન કરી અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો.એટલું જ નહીં પોલીસ કર્મચારીએ બંસરીબેનને સતત લાફા માર્યા હતા, જેનાથી આંખો પર લોહી નીકળવા લાગ્યું હતું. તેમના કાન, ગાલ પર ઇજાઓ પણ થઈ હતી જેથી તેમને ગભરાઈને 112 નંબર પર કોલ કર્યો હતો.ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇએ ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી.જે બાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનના મહિલા સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે મહિલા પીઆઈએ પણ તેમને ક્રોસ ફરિયાદ થશે તેમ કહીને ધમકાવીને બહાર મોકલી દીધા હતા.બંસરીબેન રાત્રે 11:50 વાગ્યે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી.

મુદ્દો ટ્રાફિકનો હતો એટલે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદનું કહ્યું હતું: PI આ અંગે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન પારેવડાએ જણાવ્યું હતું કે આ મુદ્દો ટ્રાફિકનો હતો એટલા માટે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું અને ક્રોસ ફરિયાદનું એટલા માટે કહ્યું હતું કે બંને વખતે ઘર્ષણ થયું હતું.જેથી સામસામે ફરિયાદ થાય તેવી સ્થિતિ હતી.

 

Image Gallery