Loading...

'પપ્પાને કંઈ નથી થયું, ખોટી માહિતી ન ફેલાવો':ધર્મેન્દ્રના અવસાનના સમાચાર દીકરી ઈશાએ નકાર્યા; રાજનાથ સિંહ-જાવેદ અખ્તરે પહેલા શોક વ્યક્ત કર્યો, પછી પોસ્ટ ડિલિટ કરી

ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક નિવેદનમાં તેમના અવસાનના અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેણે લખ્યું, "મીડિયા સંપૂર્ણપણે ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. પપ્પાની સ્થિતિ સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. અમે દરેકને અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ. પપ્પાના ઝડપી સ્વસ્થ થવા માટે તમારી પ્રાર્થના બદલ આભાર."

હેમા માલિનીએ પણ નારાજગી વ્યક્ત કરી અને લખ્યું-

 

દાખલ થયા પછીના 72 કલાક ખૂબ જ ક્રિટિકલ કહેવાયા હતા. દેઓલ પરિવારના નજીકનાં સૂત્રો અનુસાર, ધર્મેન્દ્રની દીકરીઓને અગાઉથી જ વિદેશથી મુંબઈ બોલાવવામાં આવી છે. ગઈરાત્રે સની દેઓલ હોસ્પિટલની બહાર ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા, ત્યાં જ બોબી દેઓલ પણ 'અલ્ફા'નું શૂટિંગ છોડીને મુંબઈ પરત ફર્યા છે. શાહરુખ, સલમાન સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ સોમવારે મોડીરાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા.

શૂટિંગ છોડીને પિતાને મળવા પહોંચ્યા બોબી દેઓલ બોબી દેઓલ ફિલ્મ 'અલ્ફા'નું શૂટિંગ કરી રહ્યા હતા. પિતાની તબિયતની ખબર મળ્યા પછી તેઓ સોમવારે મોડીરાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા.

જે થઈ રહ્યું છે એ અક્ષમ્ય છે. જવાબદાર ચેનલો કોઈ એવી વ્યક્તિ વિશે ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે છે, જે સારવારનો પ્રતિસાદ આપી રહી છે અને સ્વસ્થ થઈ રહી છે? આ અત્યંત અપમાનજનક અને બેજવાબદાર વર્તન છે. કૃપા કરીને પરિવાર અને તેમની ગોપનીયતાની જરૂરિયાતનો આદર કરો.

31 ઓક્ટોબરના રોજ પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા 10 નવેમ્બર પહેલાં ધર્મેન્દ્રને 31 ઓક્ટોબરના રોજ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર વિકી લલવાણીએ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. તેમના શરીરના તમામ પેરામીટર ઠીક થતાં તેમને થોડા જ કલાકોમાં રજા આપી દેવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ જ વર્ષની શરૂઆતમાં ધર્મેન્દ્રની કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ હતી. તેમની ડાબી આંખની પારદર્શક પરત એટલે કે કોર્નિયા ડેમેજ થઈ ગઈ હતી, જેના પછી તેમનું કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ (કેરાટોપ્લાસ્ટી) કરવામાં આવ્યું હતું.

ધર્મેન્દ્રને વર્ષ 2015-2020ની વચ્ચે ઘણીવાર પીઠનો દુખાવો, માંસપેશીઓમાં ખેંચાણ અને નબળાઈની ફરિયાદ થઈ હતી. તેમને પીઠના દુખાવા અને થાકને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ નસરાલીમાં થયો હતો. 8 ડિસેમ્બરના રોજ ધર્મેન્દ્ર 90 વર્ષના થવાના છે.

ટૂંક સમયમાં રિલીઝ થશે ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ધર્મેન્દ્ર ફિલ્મ 'ઇક્કીસ'માં જોવા મળશે. આ ફિલ્મ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના યુવાન સૈનિક અરુણ ખેત્રપાલની કહાની છે. અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાએ ફિલ્મમાં અરુણ ખેત્રપાલની ભૂમિકા ભજવી છે, જ્યારે ધર્મેન્દ્ર તેમના પિતા એમ.એલ. ખેત્રપાલના રોલમાં છે. તેઓ છેલ્લે 2024માં આવેલી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલજા જિયા'માં જોવા મળ્યા હતા. આ પહેલાં તેઓ 2023માં આવેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી ચૂક્યા છે.

દેવ આનંદને પણ ધર્મેન્દ્ર જેવો લુક જોઈતો હતો પહેલીવાર જ્યારે દેવ આનંદે ધર્મેન્દ્રને જોયા ત્યારે તેમણે કહ્યું, હે ભગવાન... તેં મને આ ચહેરો કેમ ન આપ્યો. ડાયરેક્ટર અશોક ત્યાગીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. ત્યાગીએ કહ્યું- જ્યારે હું 'રિટર્ન ઓફ જ્વેલથીફ' બનાવી રહ્યો હતો ત્યારે મેં આ ફિલ્મમાં ધરમજીને પણ કાસ્ટ કર્યા હતા, જોકે ફિલ્મનું શીર્ષક દેવ આનંદજીની ફિલ્મ 'જ્વેલથીફ' પરથી લેવામાં આવ્યું હતું, તેથી મેં એમાં દેવ સાહેબને મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કર્યા.

ધરમજી જાણતા હતા કે દેવ સાહેબનું પાત્ર તેમના કરતાં વધુ મજબૂત છે, તેમ છતાં તેમણે ફિલ્મ કરી. આ ફિલ્મ બનાવવામાં ધરમજીએ ઘણો સાથ આપ્યો હતો. જ્યારે આ ફિલ્મ માટે દેવ સાહેબનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે દેવ સાહેબે ધરમજી સાથેની તેમની પ્રથમ મુલાકાતની વાર્તા શેર કરી હતી.

Image Gallery