Loading...

FZ બાઈકે યુવકને 100 ફૂટ દુર પટક્યો, ભયાનક CCTV:અમદાવાદમાં રોડ ક્રોસ કરતા ફૂલ સ્પીડમાં આવતા ચાલકે ઉડાવ્યો; સ્ટીયરિંગમાં પગ ફસાયેલા રહ્યા ને રોડ પર લોહીનો રેલો ચાલ્યો

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, સી.જી. રોડ પરના મરડિયા પ્લાઝા પાસે કેટલાં લોકો બેચેલા છે અને બાળકો રમી

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, સી.જી. રોડ પરના મરડિયા પ્લાઝા પાસે કેટલાં લોકો બેચેલા છે અને બાળકો રમી રહ્યાં છે. આ સમયે યુવક ત્યાંથી થોડો આગળ જઈને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. થોડીવાર ઊભા રહ્યાં બાદ આગળ વધે છે અને બીજી સાઈડ પહોંચે તે પહેલાં જ પૂરપાટ આવતી બાઈક અડફેટે લે છે.રહ્યાં છે. આ સમયે યુવક ત્યાંથી થોડો આગળ જઈને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. થોડીવાર ઊભા રહ્યાં બાદ આગળ વધે છે અને બીજી સાઈડ પહોંચે તે પહેલાં જ પૂરપાટ આવતી બાઈક અડફેટે લે છે.

સ્પોર્ટ્સ બાઈક ચાલક પૂર ઝડપે આવીને ટક્કર મારી મળતી માહિતી અનુસાર, સી.જી રોડ પર ભાડાના મકાનમાં રહેતો 25 વર્ષીય પ્રકાશ ડિંડોર તેની સોસાયટીમાં રહેતા મિત્ર મહેન્દ્ર ચૌહાણ સાથે ચાલવા ગયા હતા. બંને મિત્રો ચાલીને મરડિયા પ્લાઝા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે FZ સ્પોર્ટ્સ બાઈકચાલક પૂર ઝડપે આવ્યો હતો, જેને પ્રકાશને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, પ્રકાશને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બાઇકચાલક ઇજાગ્રસ્ત થયો હતો.

યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો અકસ્માત એટલો ભયંકર હતો કે, પ્રકાશ 100 ફૂટ દુર બાઈક સાથે ઢસડાયો હતો અને તેના પગ પણ બાઇકના સ્ટીયરિંગ પર જ હતા. અકસ્માત કરનાર સુફિયાન મુસ્તુફા ગોતાના PGમાં રહે છે. હાલમાં સુફિયાન સારવાર હેઠળ છે, જ્યારે પ્રકાશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સુફિયાન મુસ્તુફા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

1 જાન્યુઆરીઃ ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસે ચાલકે બે બાઈક પર કાર ચડાવી દીધી હતી, CCTV 1 જાન્યુઆરીની મોડીરાતે અમદાવાદમાં ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. બેફામ કારચાલકે 2 બાઇકચાલકને અડફેટે લઈ તેના પર કાર ચડાવી દીધી હતી. આ અક્સ્માત એટલો ગંભીર હતો કે, એક બાઇકચાલક ચંદ્રકાંત પંચાલ રોડ પર ગંભીર રીતે ઘસડાયા હતાં અને મોતને ભેંટ્યાં હતાં.

અમદાવાદના અનુપમ બ્રિજ પર AMTS બસ ચાલકે એક્ટિવાને ટક્કર મારી અમદાવાદ શહેરમાં અકસ્માતની ઘટના દિવસે અને દિવસે વધી રહી છે. ત્યારે અનુપમ બ્રિજ પર અકસ્માત થતા એક બાળકે જીવ ગુમાવ્યો છે. અનુપમ બ્રિજ પર બેફામ AMTS બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. એક્ટિવા લઈને જતી મહિલા પાછળ 12 વર્ષનો બાળક પણ હતો. જે ગંભીર ઈજા થતાં મોત થયું.

જીવ અધ્ધર કરી દેતો અકસ્માતનો VIDEO અમદાવાદ શહેરમાં ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો એક યુવક માટે ભારે પડી ગયો. શહેરના ઓવરબ્રિજ પરથી પસાર થતી સમયે મોબાઈલનો ઉપયોગ કરી રહેલા મોપેડચાલકે કાબૂ ગુમાવતાં બ્રિજ પર ઊંધેકાંધ પટકાયો હતો. સદનસીબે પાછળથી આવી રહેલા કારચાલકે બ્રેક મારી દેતાં યુવકનો જીવ બચી ગયો હતો.

Image Gallery