Loading...

ભારત-EU વચ્ચે ટ્રેડ ડીલની થોડીવારમાં જાહેરાત:મોદીએ કહ્યું- વિશ્વભરમાં તેની ચર્ચા થઈ રહી છે; અમેરિકાએ ટ્રેડ ડીલ પર નારાજગી વ્યક્ત કરી

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ જાહેરાત 16મા ભારત-યુરોપિયન યુનિયન સમિટ દરમિયાન થશે.તેના સહ-અધ્યક્ષતા યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન કરી રહ્યા છે.

બંને નેતાઓ હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે અને 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કરાર વેપાર, સુરક્ષા અને સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવશે.

મંગળવારે એક કાર્યક્રમને સંબોધતા, પીએમ મોદીએ જાહેરાત કરી કે ભારત અને EU વચ્ચે FTA પર સહમતિ થઈ છે. વિશ્વભરમાં તેની ચર્ચા "મધર ઓફ ડીલ" તરીકે થઈ રહી છે.

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થનારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)થી અમેરિકા નારાજ થઈ ગયું છે. ABC ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે EU પર રશિયા-યુક્રેન યુદ્ધને ફંડિંગ કરવાનો આરોપ લગાવ્યો. બેસેન્ટે કહ્યું કે યુરોપ, ભારત પાસેથી રિફાઇન્ડ ઓઇલ પ્રોડક્ટ્સ ખરીદે છે, જે રશિયન ઓઈલમાંથી બનેલા છે. આનાથી તે પોતાની સામે યુદ્ધને ફાઇનાન્સ કરી રહ્યું છે.

ખરેખરમાં, ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે આજે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને લઈને સમજૂતીની જાહેરાત થઈ શકે છે. EUએ તેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવ્યું છે.

યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા આ ​​સંદર્ભે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સાથે નવી દિલ્હીમાં વાત કરી.

અમેરિકાના નાણા મંત્રી- યુરોપિયન દેશો રશિયન ઓઈલથી આર્થિક ફાયદો ઉઠાવી રહ્યા છે

અમેરિકાના નાણા મંત્રી બેસેન્ટે કહ્યું કે અમેરિકાએ રશિયા સાથે ઊર્જા સંબંધો તોડવા અને કડક પગલાં લેવાની કિંમત ચૂકવી છે, પરંતુ યુરોપિયન દેશો હજુ પણ વૈશ્વિક ઓઈલ વેપારની છટકબારીઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજૂતીની દિશામાં કામ કરી રહ્યા છે અને વર્તમાન આ યુદ્ધ જલ્દી પુરુ થશે. બેસેન્ટે આ નિવેદન એવા સમયે આપ્યું જ્યારે ભારત અને યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપવાના છે.

આ FTAનો હેતુ ભારત અને EU વચ્ચેના વેપારને સરળ બનાવવાનો છે. આનાથી વેપારની મુશ્કેલીઓ ઘટશે, નાના-મધ્યમ રેન્જના ઉદ્યોગપતિઓ (MSME) ને ફાયદો થશે, બંનેના બજારો ખોલવામાં આવશે અને GI ટેગવાળા ઉત્પાદનોને સુરક્ષા આપવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો, આ વેપાર માટે ટોલ-ફ્રી રસ્તો હશે.