Loading...

ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂપિયા 120નો વધારો

ચોંકાવનારી બાબત એ છે કે મગફળીનું આ વર્ષે મોટા પાયે ઉત્પાદન થયું છે અને ખેડૂતોને મબલખ આવક પણ મળી છે. છતાં પણ બજારમાં સિંગતેલના ભાવ ઘટવાને બદલે સતત વધતા જઈ રહ્યા છે. વેપારીઓ અને બજારના જાણકારોમાં ચર્ચા છે કે સટોડિયાઓ અને મોટા સ્ટોકિસ્ટ્સ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરીના કારણે ભાવ ઉચકાયા છે.

તેલ મોંઘું થતાં મધ્યમ વર્ગ પર માર

ખાદ્યતેલના ભાવમાં આવેલા આ વધારાથી સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી છે. ઘરેલુ રસોઈમાં વપરાતું મુખ્ય તેલ મોંઘું થતાં મધ્યમ વર્ગ પર વધારાનો આર્થિક ભાર પડી રહ્યો છે. બજાર નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પણ ખાદ્યતેલના ભાવમાં વધુ તેજી આવવાની શક્યતા નકારી શકાય નહીં.

સરકાર દ્વારા જો સમયસર બજારમાં હસ્તક્ષેપ નહીં થાય અને સંગ્રહખોરી સામે કડક પગલાં નહીં લેવામાં આવે, તો ખાદ્યતેલની મોંઘવારી હજુ વધુ વધે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.

Image Gallery