Loading...

બીલીમોરામાં SMCની ટીમ પર શાર્પશૂટર ગેંગનું ફાયરિંગ:પોલીસે હોટલમાં રેડ કરતાં આરોપીઓએ હુમલો કર્યો, સ્વબચાવમાં પોલીસે એકને પગમાં ગોળી ધરબી

હથિયારોની આપ-લે કરવા માટે ચાર ઈસમો હોટલમાં રોકાયા આ ઘટના અંગે મળતી વિગત મુજબ SMCને બાતમી મળી હતી કે, હથિયારોની આપ-લે કરવા માટે ચાર જેટલા ઈસમો એક હોટલમાં રોકાયા છે. આ બાતમીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને આરોપીઓએ પકડાઈ જવાના ડરથી નાસી છૂટવાના ઈરાદે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વબચાવમાં વળતો ગોળીબાર કર્યો હતો.

પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા એક શખ્સને ગોળી વાગી પોલીસના ફાયરિંગમાં હથિયાર આપવા આવેલા ચાર પૈકી એક શખ્સને પગના ભાગે ગોળી વાગી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી આ ઘટના બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની અન્ય પોલીસ એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

સુરતના કુખ્યાત સલમાને ચપ્પુથી હુમલો કરતા PIએ પગમાં ગોળી ધરબી

ઉલ્લેખનીય છે કે, આજથી પાંચ દિવસ પહેલા સુરતમાં પણ એક આરોપીએ પોલીસ પર હુમલો કરતા સ્વબચાવમાં પોલીસે માથાભારે આરોપીના પગમાં ગોળી ધરબી હતી. સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને સુરત ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામના એક ઘરના રૂમના ખૂણામાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાંચની ટીમે તેને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે રાતના 10.45એ ઓપરેશન શરૂ કરી વહેલી સવારના 3.30 વાગ્યે પૂર્ણ કર્યું હતું.

ધરપકડથી બચવા સલમાન લસ્સીએ PI સોઢા પર ચપ્પુથી હુમલો કરતાં PIને સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શીને આરપાર નીકળી ગઈ હતી. કુખ્યાત સલમાન લસ્સી હોસ્પિટલમાં પોક મુકીને રડતો નજરે પડ્યો હતો. સલમાન લસ્સી છેલ્લા કેટલાક દિવસથી નવસારીના ડાભેલ ખાતે તેની પત્નીના પિયરના ઘરે છુપાયેલો હતો.

Image Gallery