હવે ચોખા પર ટેરિફ લગાવશે ટ્રમ્પ?:USનો ભારત પર માર્કેટમાં સસ્તા ચોખા ડમ્પિંગ કરવાનો આરોપ, અમેરિકી ખેડૂતોની વાત સાંભળી ટ્રમ્પ જૂની વાતો વાગોળવા લાગ્યા
કેનેડિયન ખાતર પર પણ ટેરિફ લાગી શકે છે
ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જો જરૂર પડશે તો અમેરિકા કેનેડાથી આવતા ખાતર પર પણ કડક ટેરિફ લગાવી શકે છે. ઘણું ખાતર કેનેડાથી આવે છે. જો એ ખૂબ સસ્તું થઈ જશે તો અમે એના પર સખત ટેરિફ લગાવીશું.
કેનેડા અમેરિકાને પોટાશ ખાતરનો સૌથી વધુ પુરવઠો પૂરો પાડે છે. અત્યારસુધી તેને વેપાર કરારને કારણે સંરક્ષણ મળેલું છે.
અમેરિકામાં મોંઘવારી અને વધતી કિંમતોને કારણે ટ્રમ્પ પર દબાણ વધી રહ્યું છે. ખેડૂતો પણ વધતા ખર્ચથી પરેશાન છે. જો ખાતર પર નવો ટેરિફ લાગુ પડશે તો તેમની મુશ્કેલીઓ વધુ વધી શકે છે.
અમેરિકાએ તાજેતરમાં પોટાશ અને ફોસ્ફેટને ક્રિટિકલ મિનરલ્સની યાદીમાં સામેલ કર્યા હતા, જેથી તેમનો પુરવઠો જળવાઈ રહે, પરંતુ ખેડૂતો હજુ પણ એને લઈને ચિંતિત છે.
સરળ ભાષામાં ડમ્પિંગનો અર્થ જાણો
ડમ્પિંગનો અર્થ છે કે કોઈ દેશ પોતાની વસ્તુઓ બીજા દેશમાં ખૂબ જ ઓછા ભાવે વેચી દે છે. આટલું ઓછું હોય છે કે ત્યાંની સ્થાનિક કંપનીઓ અને ખેડૂતો એ કિંમતે સામાન બનાવી જ શકતા નથી.
આનાથી એ દેશનું બજાર સસ્તા વિદેશી માલથી ભરાઈ જાય છે અને સ્થાનિક લોકોનો વ્યવસાય નુકસાનમાં જાય છે. આ પછી ધીમે ધીમે સ્થાનિક બજાર પર વિદેશી કંપનીઓ કે ઉત્પાદનોનો કબજો થઈ જાય છે.
જો ટ્રમ્પ ભારતીય ચોખા પર વધારાની ટેરિફ લગાવે છે તો ભારતથી અમેરિકા જતા ચોખા ઘણા મોંઘા થઈ જશે. આનાથી ત્યાં ભારતીય ચોખા ખરીદનારા લોકોના ખિસ્સા પર સીધી અસર પડશે, કારણ કે કિંમતો વધી જશે.
સાથે જ ભારતના તે ખેડૂતો અને નિકાસકારોને પણ નુકસાન વેઠવું પડી શકે છે, જેઓ પોતાની ઊપજનો મોટો ભાગ અમેરિકા મોકલે છે. મોંઘા થવાને કારણે અમેરિકી બજારમાં ભારતીય ચોખાની માગ ઘટી શકે છે.
ટ્રમ્પ ભારત પર કુલ 50% ટેરિફ લગાવી ચૂક્યા છે
ટ્રમ્પ પહેલાંથી જ ભારત પર કુલ 50% ટેરિફ લગાવી ચૂક્યા છે. એમાંથી 25% વધારાનો ટેરિફ રશિયન તેલ ખરીદવાને કારણે લગાવવામાં આવ્યો છે. ટ્રમ્પ પોતાની અમેરિકા ફર્સ્ટ પોલિસી હેઠળ પહેલાં પણ ઘણા વિદેશી ઉત્પાદનો પર ટેરિફ લગાવી ચૂક્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત અમેરિકાને બહુ વધારે ચોખા એક્સપોર્ટ કરતું નથી, તેથી આ નિર્ણય ભારતની સંપૂર્ણ ચોખા ઉદ્યોગ પર અસર નહીં કરે, પરંતુ જે લોકોનો વેપાર સીધો અમેરિકા સાથે જોડાયેલો છે તેમને ચોક્કસપણે મુશ્કેલી થશે. ભારતને ફરી નવા દેશોની શોધ કરવી પડશે, જ્યાં તે પોતાના ચોખા મોકલી શકે.
ટ્રમ્પે કહ્યું, આ ગરીબ દેશોના શરણાર્થીઓને એન્ટ્રી નહીં આપું: અમેરિકાને પ્રેમ ન કરતા લોકોને પણ હું હાંકી કાઢીશ, 19 દેશ રડાર પર
