Loading...

વાહનમાં વ્હાઇટ LED લગાવી તો 5000 સુધી દંડ ને જેલ:લાઈટની તીવ્રતા માપવામાં જ RTOના અંધારામાં ફાંફાં, લક્સ મીટર વિના જ દંડવાનું શરૂ

ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર કંપની ફિટિંગ સિવાયની વધુ વોટની વ્હાઈટ LED લાઈટ લગાવાતી હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. વ્હાઈટ LED લાઈટને લઈ ફરિયાદો વધતા ગાંધીનગરથી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે.

વાહન વ્યવહાર કમિશનર દ્વારા વાહનોમાં ફીટ કરાતી ગેરકાયદે વ્હાઈટ LED સામે કાર્યવાહી માટે પરિપત્ર કરતા RTOએ કાર્યવાહી શરૂ કરી દીધી છે, પરંતુ હાસ્યાસ્પદ બાબત એ છે કે, વાહનમાં LED લાઈટની હાઈ ઇન્ટેન્સિટી (તીવ્રતા) માપવા માટે જે લક્સ મીટર જરુરી છે તે જ હજી RTO ઓફિસને નથી અપાયા. એટલે હાલ તો, ગાંધીનગરના આદેશનું પાલન કરવા RTOના સ્ટાફે અંદાજ લગાવીને વાહનચાલકોને દંડવાની શરૂઆત કરી દીધી છે.

તમારા વાહનમાં કેટલા વોટ સુધીની લાઈટ લગાવી શકાય છે?, જો કોઈ વાહનચાલક નિયમ વિરુદ્ધ લાઈટ લગાવે છે તો કેટલો દંડ થશે? આ તમામ સવાલોના જવાબ માટે ભાસ્કરે અમદાવાદ, સુરત અને રાજકોટના RTO સાથે વાત કરી.

નવાં વાહનોમાં LED હોવા છતા વધુ વોટની લાઈટ લગાવવાનો ક્રેઝ છેલ્લા ઘણા સમયથી વાહનોમાં અલગ જ પ્રકારની લાઇટો લગાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. યુવાનો વટ પાડવા માટે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર તેમાં નિયમ વિરુદ્ધની લાઈટો લગાવી ગાડીઓ ચલાવતા હોય છે. નિયમ વિરુદ્ધ લગાવવામાં આવતી વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છે. વ્હાઈટ બલ્બ લગાવવામાં આવેલા વાહનોમાંથી તીવ્ર પ્રકાશવાળી લાઈટના કારણે સામેથી અન્ય વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે. જેના કારણે અકસ્માતની પણ ઘટના બનતી હોય છે.

જેને ધ્યાનમાં રાખીને રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોની ચકાસણી કરી કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે.જેના કારણે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં RTO દ્વારા વ્હાઈટ LED લાઈટ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. નવા વાહનોનું વેચાણ કરતા સમયે CMVR( સેન્ટ્રલ મોટર વ્હિલક્લ રૂલ્સ) અંતર્ગત જ લાઇટ લગાવવા માટે RTO અમદાવાદ દ્વારા તમામ ડીલરોને સૂચના આપવામાં આવી છે. જો ડીલરો CMVRનું પાલન નહીં કરે અને નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવશે તો તેમના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ડીલરો નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવતા પકડાશે તો ડીલરશીપ બંધ કરવાની અને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અમદાવાદ RTO કરશે.

નિયમ વિરુદ્ધ LED લાઈટ લાગેલી હશે તો રૂ. 1,000નો દંડ વસૂલાશે જૂના વાહનોમાં વ્હાઈટ બલ્બ લગાડેલા છે તેવા વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. દરરોજ રાત્રે RTO અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી આંખો આંજાતી તીવ્ર પ્રકાશવાળી લાઇટ લગાવેલી હશે તો તેને અટકાવી સ્થળ પર જ એક હજારનો દંડ વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે. નિયમ પ્રમાણે વ્હાઈટ LED લગાવી શકાય છે પરંતુ કેટલાક વાહન ચાલકો તીવ્ર પ્રકાશવાળા વ્હાઈટ બલ્બ લગાવતા હોય છે. જે નિયમ વિરુદ્ધ છે અને તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

વર્ષ 2025માં અમદાવાદ RTOએ ગેરકાયદે LED મામલે 11 લાખના દંડની વસૂલાત કરી વર્ષ 2025માં જ અમદાવાદ RTO દ્વારા 1090 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા હોવાથી 10.90 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જો કે લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવતું હોવા છતાં નિયમનું પાલન એટલે માટે થતું નથી કારણ કે માત્ર દંડ જ ફટકારવામાં આવે છે. અત્યાર સુધી એકપણ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા તેવી એકપણ ગાડી નથી કે જેનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું હોય. માત્ર દંડ લઈને છોડી દેવામાં આવતા અમદાવાદીઓ નિયમનું પાલન કરવામાં ઉદાસીનતા રાખી રહ્યા છે.

નિયમ વિરુદ્ધ વ્હાઈટ LED લગાવી હશે તો કાર્યવાહી થશે- નીરવ બક્ષી અમદાવાદ RTO નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અત્યારે જે પણ નવા વાહનોનું ડીલરો વેચાણ કરી રહ્યા છે તેવા તમામ ડીલરોને સૂચના આપવામાં આવી છે. કે આપના દ્વારા CMVR રૂલ્સ અંતર્ગત જે વાહનોનું વેચાણ કરવામાં આવે છે, વ્હાઈટ એલઇડીનું જેનું એપ્રુવલ આપવામાં આવ્યું છે તે જ પ્રકારના વાહનોનું વેચાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેટલા પણ જુના વાહનો છે તે વાહન માલિકો ડીલર સિવાય અન્ય જગ્યાએ વ્હાઈટ એલઇડી બલ્બ ફિટ કરાવી રહ્યા છે જે નિયમ વિરુદ્ધ છે. આ તમામ વિરુદ્ધ દરરોજ ચેકિંગ કરવામાં આવશે.

નિયમ પ્રમાણે કેવા પ્રકારની લાઇટ વાહનમાં લગાવવાની મંજૂરી હોય છે તેને લઈને નીરવ બક્ષી જણાવે છે કે, CMVR અંતર્ગત જે એપ્રુવલ આપવામાં આવે છે, તેમાં વ્હાઈટ એલઈડીને જ માત્ર મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અન્ય જગ્યાએથી વ્હાઇટ એલઇડી બલ્બનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવેલી નથી. જેથી જો નિયમ વિરુદ્ધ વ્હાઇટ બલ્બ ફિટ કરેલા હશે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વ્હાઈટ એલઇડીની જ મંજૂરી આપવામાં આવતી હોય છે પરંતુ વ્હાઇટ બલ્બ લગાવેલા હોય છે તે નિયમ વિરુદ્ધ હોય છે.

વાહનવ્યવહાર કમિશનરના પરિપત્ર બાદ રાજકોટમાં 35 વાહનચાલક દંડાયા રાજકોટ આરટીઓના અધિકારી ઇન્દ્રજીત ટાંકે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યના તમામ આરટીઓને પત્ર લખી વ્હાઈટ લાઈટ સામે કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો છે ત્યારે બે દિવસ પહેલા પોલીસને સાથે રાખી ડ્રાઇવ કરવામાં આવી હતી અને વ્હાઇટ લાઇટ નંખાવનારા 35 વિરુધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહનોમાં કંપની ફિટેડ વ્હાઇટ લાઇટમાં કોઈ વાંધો નથી પરંતુ મોડીફાઇ કરેલી અથવા તો અલગથી વ્હાઇટ લાઈટ લગાવી ન શકાય. જેથી બે દિવસ પહેલા કરેલી ડ્રાઈવમાં વ્હાઈટ લાઈટ લગાવતા 35 જેટલા વાહન ચાલકોને રૂ.1000 થી રૂ.5000 નો દંડ કરવામાં આવેલો છે. કુલ રૂ.2 લાખ જેટલો દંડ વસૂલવામાં આવેલો છે.

વાહનમાં જૂની લાઇટને મોડીફાય કરાવો તો રૂ.1000 અને જૂની લાઇટ કાઢી નવી ગેરકાયદેસર વ્હાઇટ લાઇટ લગાવો તો રૂ.5000 ના દંડ થાય છે. આ ઉપરાંત વાહનના રજીસ્ટ્રેશન ની સાથે સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ છે. જોકે લાયસન્સ રદ કરવાની કોઈ જોગવાઈ નથી.

સુરત RTOએ સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી સુરતના ARTO અંકિત શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર કમિશનરના આદેશ બાદ જિલ્લાના તમામ ચેક પોઈન્ટ પર સઘન ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાહનમાં જે હેડલાઇટ લગાવવામાં આવતી હોય છે તેના સ્ટાન્ડર્ડ AIS-010 (Automotive Industry Standard) તથા AIS-009 માં નિયત થયેલા છે. વાહનના પ્રકાર પ્રમાણે હેડલાઈટના લુમિનસ AIS-010માં નિયત થયેલા હોય છે અને તે મુજબ ઉત્પાદકો હેડલાઇટ વાહનમાં ઇન્સ્ટોલ કરીને આપતા હોય છે.

મોડીફાઈડ લાઈટની ઓળખ કેવી રીતે કરવામાં આવી રહી છે તેના જવાબમાં ARTOએ જણાવ્યું હતું કે, વાહનનું મોડલ ટેસ્ટિંગ કર્યા બાદ Type Approval Certificate ઇસ્યુ કરવામાં આવતું હોય છે. આ સર્ટિફિકેટમાં કંપની દ્વારા કયા પ્રકારની હેડલાઇટ લગાવી છે તેનો ઉલ્લેખ કરેલ હોય છે. વાહનના ચેકિંગ દરમિયાન Type Approval Certificate કરતા અલગ હેડલાઈટ જણાઈ આવે તો નિયમોના ભંગ બદલ આવા વાહનોને ચલણ ઈસ્યુ કરવામાં આવતું હોય છે.

લક્સ મીટરની ઉપસ્થિતિ વગર જ વાહન વ્યવહાર કમિશનરે પત્ર કરી દીધો! રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ગેરકાયદે વ્હાઇટ એલઈડી લાઇટ લગાવીને ચલાવનારા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના તમામ આરટીઓને આપી છે, પરંતુ આવી લાઇટોની ઇન્ટેન્સિટી (તીવ્રતા) માપવાનાં લક્સ મીટર જ આરટીઓને અપાયાં નથી.

ભૂતકાળમાં ગેરકાયદે વ્હાઇટ એલઈડી લાઇટ લગાવનારા વાહનચાલકો સામે ચેકિંગની કામગીરી માત્ર વ્હાઇટ લાઇટની તીવ્રતા જોઈને જ કરાતી હતી, જેમાં કાર, સ્કૂટર અને રિક્ષા પ્રકારનાં વાહનોનું ચેકિંગ કરાતું ન હતું. માત્ર ખાનગી બસોનું જ ચેકિંગ કરવામાં આવતું હતું. કાર, સ્કૂટર, રિક્ષામાં લગાવેલી આવી હાઈ ઇન્ટેન્સિટી ધરાવતી એલઈડી લાઇટનું ચેકિંગ કરવા માટે લક્સ મીટરની જરૂર પડે છે, પરંતુ રાજ્યના

Image Gallery