Loading...

પત્ની સાથે ઝઘડા બાદ માથાફરેલા પતિનું ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ:ફોર્ડ ટાઇટેનિયમ કારમાં રિવોલ્વર અને બાર બોરની બંદૂક લઈ સસરાના ઘરે પહોંચ્યો'તો, આરોપીની અટકાયત

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિનું છ રાઉન્ડ ફાયરિંગ મળતી માહિતી અનુસાર વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીના બંગલા નંબર 16માં ફાયરિંગ કરનાર રાહુલ સોનીના સાસરીયા પક્ષના લોકો રહે છે. રાહુલની પત્ની તેના પિતાને મળવા ઘરે આવી હતી તે દરમિયાન રાહુલ પણ ત્યાં પહોંચ્યો હતો. બપોરે 3:30 વાગ્યા દરમિયાન રાહુલ અને તેની પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા રાહુલે એક રાઉન્ડ ઘરના કમ્પાઉન્ડમાં અને એક રાઉન્ડ ઘરના ગેટની બહાર એમ ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

રિવોલ્વર અને બાર બોરની બંદૂકથી ધડાધડ ફાયરિંગ રાહુલે એક રિવોલ્વર અને એક બાર બોરની બંદૂકથી ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફાયરિંગ કરનાર રાહુલ સોનીની અટકાયત કરી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા વધુ તપાસ માટે FSL ટીમને બોલાવાઈ હતી. ઘટનાસ્થળેથી FSLની ટીમે તપાસ કરી જે બાદ FSLની ટીમ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

રાહુલ ફોર્ડ ટાઇટેનિયમ કારમાં હથિયાર લઈને આવ્યો હતો પોલીસ ઘટનાસ્થળે રાહુલ સોનીની ગાડી લઈને પંચનામું કરવા પહોંચી હતી. રાહુલના સસરા જે ફરિયાદી છે તેમને સાથે રાખીને વીડિયોગ્રાફી સાથે પંચનામું કરવામાં આવ્યું હતું. રાહુલ સોની ફોર્ડ ટાઇટેનિયમ કારમાં બાર બોરની બંદૂક અને રિવોલ્વર લઈને આવ્યો હતો. રાહુલ સોનીએ બાર બોરની બંદૂક અને રિવોલ્વર કારની સીટ પર મૂકીને આવ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને ફાયરિંગ કરાયેલી ખાલી કારતૂસ મળી આવી હતી

ફાયરિંગ કરનાર આરોપીને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ ફાયરિંગના બનાવ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ આરોપીને લઈ પોલીસ સ્ટેશન લાવી હતી. પાસપોર્ટ રૂમમાં રાખવામાં આવ્યો હતો. જો કે, મીડિયાકર્મીઓ પહોંચતા જ આરોપીને અન્ય રૂમમાં લઈ જવાયો હતો. પોલીસ ઈન્સપેક્ટર રજા પર હોય ચાર્જ સિનિયર પીએસઆઈ પાસે છે. જેઓએ હાલ આ મામલે જવાબ આપવાનું ટાળ્યું હતું.

Image Gallery