Loading...

વડોદરામાં 15 વર્ષીય દીકરી પર ગેંગરેપ:બે યુવકે 3 કલાક રૂમમાં ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું; પોલીસે પરિવારની ફરિયાદ ન લઈ ગેરવર્તન કર્યાનો આક્ષેપ

પોલીસ સ્ટેશનમાં ગયા તો ફરિયાદ લખવામાં નહોતી આવતીઃ પિતા ન્યાયની માગ સાથે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીને 2 છોકરાએ બોલાવી હતી અને ઘરમાં લઈ જઇને બે-ત્રણ કલાક તેની સાથે રેપ કર્યો હતો. હું લારી ચલાવી રહ્યો હતો. મારી પર ફોન આવ્યો ત્યારે હું ઘરે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ગયા તો ફરિયાદ લખવામાં નહોતી આવતી. અમારી પત્ની સીધીસાદી છે, એટલે તેને કોઈ સાંભળતું નહોતું. જ્યારે હું અને બીજા ચાર-પાંચ માણસો અને ઘરના લોકો આવ્યા હતા, ત્યારે જઈને મારી ફરિયાદ લેવામાં આવી હતી. અમારી માગ એ જ છે કે, તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ. અમને ન્યાય જોઈએ છે.

પડોશીએ બૂમો પાડતા છોકરાઓ ત્યાંથી ભાગી ગયાઃ શકીલ ખાન સામાજિક કાર્યકર શકીલ ખાને જણાવ્યું હતું કે, પીડિત સગીરા મૂળ ઉત્તર પ્રદેશની છે અને અહીં તેમના સગા-સંબંધીઓને મળવા આવ્યા હતા. છોકરીની ઉંમર 15 વર્ષ છે, તે બપોરે દુકાને કંઈક વસ્તુ લેવા ગઈ ત્યારે દુકાનની બાજુમાં 3-4 છોકરાઓ બેઠા હતા. તેમણે છોકરીને બોલાવી અને કહ્યું કે, તારા સગા તને બોલાવે છે, એમ કહી તેને ઘરમાં લઈ ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ તે છોકરાઓએ વારાફરતી સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો. લગભગ 4 કલાક સુધી તેને રૂમમાં પુરી રાખી હતી. પડોશીને કોઈક રીતે જાણ થતાં તેણે બૂમ પાડી હતી અને આ છોકરાઓ ત્યાંથી ભાગી ગયા.

‘પોલીસે પરિવારના લોકો સાથે ગેરવર્તન કર્યું’ શરૂઆતમાં જ્યારે તેના માતા-પિતા ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે તેમને સહકાર ન આપ્યો. ઘટના બપોરે 1 વાગ્યે બની હતી અને તેઓ 1:30 વાગ્યે પોલીસ સ્ટેશને ગયા હતા. ત્યારબાદ અમે સમાજના લોકો ભેગા થયા અને પોલીસ સાથે રજૂઆત કરી હતી. હાલમાં સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે શરૂઆતમાં ફરિયાદ લેવાની ના પાડી હતી અને પરિવારના લોકો સાથે ગેરવર્તન કર્યું હતું. અમારી એક જ માંગણી છે કે, આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે.

આ કેસમાં કુલ બે આરોપીના નામ આપવામાં આવ્યા છે: DCP આ મામલે ડીસીપી ઝોન-1 જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, નવાયાર્ડ વિસ્તારમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ દીકરીની માતા દ્વારા કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને તેના માતા-પિતા સાથે પૂછપરછ કરીને ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં કુલ બે આરોપીના નામ આપવામાં આવ્યા છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને બંને આરોપીને ઝડપી પાડ્યા છે. એક આરોપીની ઉંમર આશરે 19 વર્ષ અને બીજાની 20 વર્ષ છે. આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

પોલીસે બન્ને આરોપીને દબોચી લીધા હાલમાં સમગ્ર માલે ફતેગંજ પોલીસે પીડિતાના માતાની ફરિયાદના આધારે આરોપી હર્ષિત મેકવાન અને હેપ્પીની ઝડપી પાડ્યા છે. જ્યારે ભોગ બનનાર 14 વર્ષની સગીરાનું મેડિકલ કરાવવા માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં મોડીરાતે સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યાં હતાં અને ન્યાયની માગ કરી હતી.

Image Gallery