સેન્સેક્સમાં 100 પોઈન્ટની તેજી:84,700 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઉછાળો; આઈટી અને બેંકિંગ શેરોમાં તેજી
ગ્લોબલ માર્કેટમાં ઘટાડો
- એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી 1.90% ઘટીને 3,979 પર અને જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 1.29% ઘટીને 48,874 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.37% ઘટીને 25,374 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.16% વધીને 3,876 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- 17 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.47% ઘટીને 47,885 પર બંધ થયો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટ 1.81% વધીને અને S&P 500 1.16% ઘટીને બંધ થયો.
KSH ઇન્ટરનેશનલનો IPO આજે છેલ્લો દિવસ KSH ઇન્ટરનેશનલ લિમિટેડનો IPO ગઈકાલે એટલે કે 16 ડિસેમ્બરથી ખુલ્લો મુકાયો છે. તેમાં આજે એટલે કે 18 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશે. કંપની આ ઇશ્યૂ દ્વારા 710 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. IPOમાં 420 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરવામાં આવશે. જ્યારે પ્રમોટર્સ 290 કરોડ રૂપિયાના શેર (ઓફર-ફોર-સેલ) વેચશે.
17 ડિસેમ્બરના રોજ FII એ ₹2,060 કરોડના શેર્સ વેચ્યા
- 17 ડિસેમ્બરે વિદેશી રોકાણકારો (FIIs) એ ₹1,172 કરોડના શેર વેચ્યા છે. જ્યારે સ્થાનિક રોકાણકારો (DIIs) એ ₹769 કરોડના શેર ખરીદ્યા છે.
- ડિસેમ્બરમાં 17 તારીખ સુધીમાં FIIs એ કુલ ₹22,284 કરોડના શેર વેચ્યા. આ દરમિયાન બજારને ટેકો આપનાર DIIs એ ₹43,609 કરોડના શેર ખરીદ્યા છે.
- નવેમ્બર મહિનામાં FIIs એ કુલ ₹17,500.31 કરોડના શેર વેચ્યા. જ્યારે, DIIs એ ₹77,083.78 કરોડની ખરીદી કરી. એટલે કે, બજારને સ્થાનિક રોકાણકારોનો ટેકો છે.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 17 ડિસેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 120 પોઈન્ટ ઘટીને 84,560 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 42 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 25,819ના સ્તરે આવી ગયો હતો.
