Loading...

સુરતની તાપી નદીમાં યુવકની મોતની છલાંગ:બોટમાં બે કલાક સર્ચ-ઓપરેશન કર્યા બાદ મૃતદેહ મળ્યો, ફાયર ટીમને યુગલે ઝંપલાવ્યું હોવાનો કોલ મળ્યો હતો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં પડતું મૂક્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફાયર વિભાગે બોટ લઈને તાપી નદીમાં સઘન શોધખોળ કરતાં યુવકનો મૃતદેહ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુરત ફાયર વિભાગને પહેલા કપલ તાપી નદીમાં કૂદ્યું હોવાનો કોલ મળ્યો હતો. જ્યારે બ્રિજ પર પણ એક જ વ્યક્તિના ચપ્પલ હોવાથી અને તાપી નદીમાંથી એક યુવકનો જ મૃતદેહ મળવાથી એક જ યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને પોલીસે યુવકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે.

યુવકે બ્રિજ પર પહોંચી તાપી નદીમાં ઝંપલાવ્યું મળતી માહિતી મુજબ, આજે સવારે આશરે 7:30 વાગ્યાના સુમારે એક યુવક સવજી કોરાટ બ્રિજ પર આવ્યો હતો અને અચાનક જ કોઈ અગમ્ય કારણોસર તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યાંથી પસાર થતા લોકો આ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને સમય સૂચકતા વાપરી તરત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી ઘટનાની ગંભીરતાને જોતાં મોટા વરાછા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવી પોતાની ટીમ અને જરૂરી સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો દ્વારા બોટની મદદથી નદીના વહેણમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે કલાકથી વધુ સમયથી ફાયરની ટીમ નદીમાં સર્ચ-ઓપરેશન ચલાવ્યું હતું અને અંતે યુવકનો મૃતદેહ મળ્યો હતો. નદીના ઊંડા પાણીને લીધે શોધખોળમાં મુશ્કેલી પડી હતી.

યુવકે કયા કારણસર અંતિમ પગલું ભર્યું એે અંગે તપાસ તેજ આ યુવક કોણ છે અને તેણે કયા કારણસર આ અંતિમ પગલું ભર્યું એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસ આ મામલે તપાસ તેજ કરશે.

એક મહિના અગાઉ ધો-12 કોમર્સની વિદ્યાર્થિનીએ તાપી નદીમાં પડતું મૂક્યું હતું સુરતમાં વરાછા વિસ્તારના એ. કે. રોડ પર આવેલા રતનજી પાર્કમાં રહેતી ધોરણ-12 કોમર્સની વિદ્યાર્થિનીએ ફૂલપાડા ખાતે રેલવેબ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. માતા બાદ પિતા પણ બે દિવસથી ઘર છોડીને જતાં રહેતાં આઘાતમાં પુત્રીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું. આપઘાત કરતાં પહેલાં વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે હું તાપી નદીમાં ઠેકડો મારું છું. મોટા ભાઈએ પીછો કર્યો, પરં

Image Gallery