ફાટેલાં કપડાં, લોહીલુહાણ ચહેરો ને લાચાર મહિલા:3 બાળકોની માતા સાથે ચાલુ ગાડીમાં ગેંગરેપ; લિફ્ટ માગતા 3 કલાક ગાડીમાં કેદ કરી; રેપ કરી રોડ પર ફેંકી
પીડિતાની બહેને ઘટના વિશે જણાવ્યું...
- મિત્રના ઘરે જવાનું કહીને ગઈ: આ મામલો ફરીદાબાદના કલ્યાણપુરી વિસ્તારનો છે. પીડિતાની બહેને જણાવ્યું કે સોમવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે તેની નાની બહેનનો ફોન આવ્યો. તેણે જણાવ્યું હતું કે તેની ઘરમાં માતા સાથે બોલાચાલી થઈ હતી. તેથી, તે મિત્રના ઘરે જઈ રહી છે. બે-ત્રણ કલાકમાં પાછી આવી જશે.
- ઘરે આવવા માટે બે યુવકો પાસેથી લિફ્ટ લીધી: પરિવારજનોનું કહેવું છે કે મિત્રના ઘરેથી નીકળવામાં મહિલાને મોડું થઈ ગયું. જ્યારે તે રાત્રે લગભગ 12 વાગ્યે બે નંબર ચોકથી કલ્યાણપુરી ત્રણ નંબર ચોક સુધી જવા માટે સવારી શોધી રહી હતી, ત્યારે તેણે એક વાનમાંથી લિફ્ટ લીધી. તેમાં 2 યુવકો સવાર હતા.
- 3 કલાક સુધી વાનમાં લઈને ફરતા રહ્યા યુવકો: પીડિતાની બહેનનો આરોપ છે કે બંને યુવકો તેને કલ્યાણપુરી ચોકને બદલે ગુરુગ્રામ રોડ તરફ લઈ ગયા. તેઓ ગુરુગ્રામ હનુમાન મંદિરથી પણ આગળ લઈ જઈને તેને ત્રણ કલાક સુધી રસ્તા પર વાનમાં કેદ કરીને ફરતા રહ્યા. આ દરમિયાન તેની સાથે બળાત્કાર કર્યો. તેણે વિરોધ પણ કર્યો, પરંતુ ગાડીમાંથી બહાર અવાજ ન નીકળી શક્યો અને રસ્તો પણ સૂમસામ હતો, જેથી સાંભળનારું કોઈ નહોતું.
-
- આરોપીઓએ રસ્તા પર ફેંકી દીધી: પરિવારજનોએ જણાવ્યું કે મંગળવારે સવારે લગભગ 3 વાગ્યે આરોપીઓએ SGM નગરના રાજા ચોક સ્થિત મુલ્લા હોટલ પાસે મહિલાને ચાલતી વાનમાંથી ફેંકી દીધી અને ભાગી ગયા. રસ્તા પર પડવાથી મહિલાના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ. તેના ચહેરા પરથી લોહી વહી રહ્યું હતું. તેના ચહેરા પર 10થી 12 ટાંકા આવ્યા છે.
- ફોન પર ઘટનાની જાણકારી આપી: બહેને જણાવ્યું- સવારે લગભગ સાડા 3 વાગ્યે મારી નાની બહેને મને લગભગ 10થી 12 વાર ફોન કર્યો. મેં ફોન જોયા પછી જ્યારે બહેનને પાછો ફોન કર્યો ત્યારે તેણે આખી ઘટનાની જાણકારી આપી. હું તેને લેવા ઘટનાસ્થળે પહોંચી તો જોયું કે તે લોહીલુહાણ હતી, કપડાં ફાટેલા હતા અને તે ખૂબ રડી રહી હતી.
- ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ: પીડિતાની બહેન બોલી- હું તેને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં પ્રાથમિક સારવાર થઈ. બાદમાં તેની હાલત જોઈને ડોક્ટરે તેને દિલ્હી રિફર કરી, પરંતુ મેં તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરાવી છે.
- 3 બાળકોની માતા, ખાનગી કંપનીમાં નોકરી કરે છે: પીડિતાની બહેને કહ્યું કે તેની બહેને પોતે જણાવ્યું છે કે લિફ્ટ આપનારા યુવકોએ તેની સાથે બળાત્કાર કર્યો છે. હાલ તેની હાલત સ્થિર છે, પરંતુ તે માનસિક રીતે આઘાતમાં છે. તે પરિણીત છે, પરંતુ પતિથી અલગ થઈને માતા પાસે રહે છે. તેને 3 બાળકો છે. તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
પોલીસે બેની અટકાયત કરી કોતવાલી પોલીસ સ્ટેશને બહેનની ફરિયાદ પર કેસ દાખલ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં આ મામલે બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્રી ભગવાને જણાવ્યું કે પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મહિલાની હાલત સ્થિર છે. જ્યારે, ઘટનામાં વપરાયેલી ગાડી પણ જપ્ત કરી લેવામાં આવી છે.
