Loading...

ઉત્તરાયણ ‘ઠંડી’:અમદાવાદમાં સવારથી ધાબા ખાલીખમ, અમિત શાહ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે; વડોદરામાં પવનની ગતિ ધીમી હોવાથી પતંગરસિકો નિરાશ

જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 14 જાન્યુઆરીના રોજ સવારે 10:30 આસપાસ જગન્નાથ મંદિર ખાતે દર્શન અને ગૌ પૂજા કરશે. 11:30 વાગ્યે જગન્નાથ મંદિરથી નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલોપમેન્ટ કરવામાં આવનારા સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2નું ખાતમુહૂર્ત કરશે. જે બાદ નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસે આવેલા અર્જુન ગ્રીન ફ્લેટ્સમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે પતંગ ચગાવશે. બપોરે 3:15 અખબારનગર મીર્ચી ગ્રાઉન્ડ ખાતે આવેલા આસ્થા ઓપલ એપાર્ટમેન્ટમાં સાંજે 3:45 વાગ્યે નવા વાડજ અભિષેક એપાર્ટમેન્ટ ખાતે કાર્યકર્તાઓ અને ફ્લેટના રહીશો સાથે પતંગ ચગાવશે.

11 મિનિટ પેહલા
  •  
  •  
  •  

અમદાવાદમાં હજી સુધી ઉતરાયણનો માહોલ જામ્યો નથી

અમદાવાદમાં હજી સુધી ઉતરાયણનો માહોલ જોવા મળી રહ્યો નથી. પતંગ ચગાવવા માટે થોડા ઘણા લોકો ધાબા ઉપર પહોંચ્યા છે, પરંતુ હજી સુધી માહોલ જામ્યો નથી.

12 મિનિટ પેહલા
  •  
  •  
  •  

થોડીવારમાં અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચશે

થોડીવારમાં અમિત શાહ પણ જગન્નાથ મંદિર પહોંચી દર્શન કરશે અને ગૌમાતાની પૂજા પણ કરશે.

13 મિનિટ પેહલા
  •  
  •  
  •  

વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોની

ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. વહેલી સવારથી ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

33 મિનિટ પેહલા
  •  
  •  
  •  

વડોદરામાં સવારથી પવનની ગતિ ધીમી હોવાથી પતંગરસિકો નિરાશ

વડોદરામાં સવારથી પવનની ગતિ ધીમી હોવાથી પતંગરસિકો નિરાશ જોવા મળી રહ્યા છે. વડોદરાના ધાબાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. કેટલાક પતંગરસિકો ધાબા પર જોવા મળ્યા, પરંતુ તેમનો પતંગ ચડતો નથી. બપોર સુધીમાં પવનની ગતિ વધી શકે છે.