અંતે અમદાવાદ કોર્પોરેશનને બ્રિજ નીચે તિરાડો દેખાઈ:સુભાષ બ્રિજના નીચેના ભાગે ઈન્સપેક્સન કરાતા મસમોટી તિરાડ અને ખસી ગયેલો સ્પાન જોવા મળ્યો
બ્રિજના તમામ સ્પાનની તપાસ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાશે સૂત્રોના જણાવ્યા મુજબ સુભાષ બ્રિજમાં જે સ્પાનમાં તિરાડ પડી અને ભાગ બેસી ગયો છે તે સ્પાનને બદલવામાં આવી શકી છે. અલગ અલગ એક્સપર્ટ દ્વારા આખા સુભાષ બ્રિજના સ્પાન અને પિલ્લર સહિત નહી તપાસ કર્યા બાદ એક સ્પાન સિવાય કોઈ તકલીફ નહીં હોય તો નુકસાન થયેલા ભાગને જ બદલવામાં આવશે. બ્રિજના અન્ય સ્પાનમાં તપાસ બાદ નિર્ણય લેવાશે.
ચાર મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અમદાવાદના તમામ બ્રિજનું ઇન્સ્પેકક્શન ચોમાસા પહેલા અને પછી કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂનથી શરૂ થતું હોવાની ગણતરી કરવામાં આવતી હોય છે ત્યારે ચોમાસા પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન મે અને જૂન મહિનામાં કરવાનું હોય તેની જગ્યાએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યા બાદ તેનું માઇનોર રીપેરીંગ કરવા અંગેનું પણ કન્સલ્ટન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ 4 મહિના સુધી સુભાષબ્રિજ પર રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું નહીં. ચાર મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
