Loading...

‘હાર્દિક પંડ્યા પછી કોઈ મોટો ક્રિકેટર વડોદરાથી આવ્યો નથી’:દર્શન બેંકરે કહ્યું,10 વર્ષમાં ક્રિકેટનો સ્તર ઘણો કથળ્યો, IPLમાં પણ પસંદ ઓછી; BCAની ચૂંટણી પહેલાં શક્તિપ્રદર્શન

આગામી 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીને પગલે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા 1 ફેબ્રુઆરીને રવિવારે રાત્રે વડોદરાની સયાજી વિહાર ક્લબ ખાતે શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખપદના ઉમેદવાર દર્શન બેંકર, રોયલ ગ્રુપના અગ્રણી અને વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, BCCIના પૂર્વ સેક્રેટરી સંજય પટેલ, અનંત ઇન્દુલકર, જતીન વકીલ સહિતના મોટી સંખ્યામાં અગ્રણીઓ અને BCAના મેમ્બર હાજર રહ્યા હતા.

અહીં ઉમેદવારો અને મેમ્બર્સોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં વડોદરામાં ક્રિકેટનો સ્તર ઘણો કથળ્યો છે. હાર્દિક પંડ્યા પછી કોઈ મોટો ક્રિકેટર વડોદરાથી આવ્યો નથી. ખેલાડીઓ ઝોનલ કે નેશનલ ટીમમાં આગળ વધી શકતા નથી, સાથે જ રિવાઈવાલ ગ્રુપ સામે આક્ષેપો પણ કર્યા હતા.

‘IPLમાં પણ વડોદરાના ખેલાડીઓની પસંદગી ઓછી થઈ રહી છે’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે મુખ્યત્વે ત્રણ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લાં 10 વર્ષમાં વડોદરામાં ક્રિકેટનો સ્તર ઘણો કથળ્યો છે. હાર્દિક પંડ્યા પછી કોઈ મોટો ક્રિકેટર વડોદરાથી આવ્યો નથી. IPLમાં પણ વડોદરાના ખેલાડીઓની પસંદગી ઓછી થઈ રહી છે. છેલ્લાં 14 વર્ષથી આપણે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ પણ નથી રમ્યા. અમારો હેતુ ક્રિકેટના વહીવટમાં પારદર્શિતા લાવવાનો અને ભૂતપૂર્વ ક્રિકેટરોને આ પ્રક્રિયામાં સામેલ કરવાનો છે.

‘સ્ટેડિયમની સુવિધાઓ-મેનેજમેન્ટમાં પણ સુધારાની જરૂર’ તેમણે કહ્યું હતું કે સભ્યોને ટિકિટ મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે, જે આજના યુગમાં યોગ્ય નથી. મેમ્બર્સ માટે સ્ટેડિયમમાં બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી. તેમને પ્લાસ્ટિકની ખુરસીઓ પર બેસાડવામાં આવે છે, જ્યારે નોન-મેમ્બર્સ બોક્સમાં બેસે છે. અમે આ સ્થિતિ બદલવા માગીએ છીએ. સ્ટેડિયમની સુવિધાઓ અને તેના મેનેજમેન્ટમાં પણ સુધારાની જરૂર છે.

આ વખતે ઘણા નવા ચહેરાઓ મેદાનમાં છેઃ મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ રોયલ સત્યમેવ જયતે ગ્રુપના અગ્રણી અને વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે ફરી એકવાર BCAની ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે. કોઈપણ એસોસિયેશનમાં લોકશાહી જાળવવા માટે ચૂંટણી અત્યંત આવશ્યક છે. આ પહેલી એવી ચૂંટણી છે, જેમાં લોઢા કમિટીના રેકમેન્ડેશન (ભલામણો) લાગુ થયા પછી એ સંપૂર્ણપણે 'ઓપન ઇલેક્શન' બની ગયું છે. ઘણા જૂના હોદ્દેદારો, જેમાં મારો પણ સમાવેશ થાય છે, હવે આ ચૂંટણી લડવા માટે ક્વોલિફાય નથી, જેથી આ વખતે ઘણા નવા ચહેરાઓ મેદાનમાં છે અને મેમ્બરોમાં પણ આ બાબતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમે 'રોયલ સત્યમેવ ગ્રુપ' તરીકે આજે સયાજી ક્લબમાં એક મિટિંગ રાખી હતી, જેમાં લગભગ 200 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમારું કેમ્પેન અત્યારે પૂરા જોશમાં છે.

‘ખેલાડીઓ ઝોનલ કે નેશનલ ટીમમાં આગળ વધી શકતા નથી’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ ચૂંટણીઓ સપ્ટેમ્બર મહિનામાં યોજાવી જોઈએ, પરંતુ એને મહાશિવરાત્રિના દિવસે રાખવામાં આવી છે. આ એક વહીવટી પ્રશ્ન છે, જે વિચારવા જેવો છે. આ ઉપરાંત ઘણા સિનિયર મેમ્બર્સ ઈચ્છે છે કે તેમના પછી તેમના પરિવારના સભ્યોને નોમિનેટેડ મેમ્બર બનાવવામાં આવે. આ મુદ્દે પણ ઘણી ચર્ચાઓ થઈ છે. અમે આ ત્રણેય મુખ્ય વિષયોને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી રહ્યા છીએ.

Image Gallery