ચાંદી ₹1.79 લાખ કિલોએ ઓલટાઇમ હાઈ:આજે ₹2,400 મોંઘી થઈ; સોનું ₹733 વધીને ₹1.29 લાખ પ્રતિ 10 ગ્રામ થયું
જુદા જુદા શહેરોમાં ભાવ અલગ કેમ હોય છે? IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિન શામેલ હોતા નથી તેથી જુદા જુદા શહેરોના ભાવ અલગ અલગ હોય છે. પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બેંકો ગોલ્ડ લોન રેટ નક્કી કરવા માટે આ કિંમતોનો ઉપયોગ કરે છે.
આ વર્ષે સોનું ₹52,416 અને ચાંદી ₹90,003 મોંઘી થઈ
- આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત 52,416 રૂપિયા વધી છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે હવે 1,28,578 રૂપિયાનું થઈ ગયું છે.
- ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 90,003 રૂપિયા વધી ગયો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે હવે 1,79,025 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
3 મોટા કારણો, જેના કારણે સોનામાં તેજી
1. કેન્દ્રીય બેંકોની ખરીદી: વિશ્વભરની મોટી બેંકો ડોલર પર નિર્ભરતા ઘટાડવા માગે છે. તેથી તેઓ પોતાના ભંડારમાં સોનાનો હિસ્સો સતત વધારી રહ્યા છે.
અસર: જ્યારે મોટી બેંકો સતત ખરીદી કરે છે, ત્યારે બજારમાં સોનાની માગ જળવાઈ રહે છે અને કિંમત ઉપર જાય છે.
2. ક્રિપ્ટોથી સોના તરફ વલણ: ક્રિપ્ટોમાં ઉતાર-ચઢાવ અને કડક નિયમોના ડરથી રોકાણકારો સોનામાં પૈસા લગાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન ભારતમાં શેરબજારમાંથી ઓછા વળતરે પણ સોનાને આકર્ષક બનાવ્યું છે. આ ઉપરાંત, લગ્નની સીઝન શરૂ થવાથી પણ સોનાની માગ વધી ગઈ છે.
અસર: સોનાની માગમાં તેજી અને ગોલ્ડ ETFમાં વધતા રોકાણથી કિંમતો વધી જાય છે.
3. લાંબા ગાળાની સંપત્તિ: સોનું ક્યારેય સંપૂર્ણપણે નકામું થતું નથી. તે નષ્ટ થતું નથી, મર્યાદિત માત્રામાં છે અને મોંઘવારીના સમયે તેની કિંમત જાળવી રાખે છે.
અસર: લાંબા ગાળે સોનું રાખવું મોટાભાગે ફાયદાકારક છે.
આ વર્ષે ₹1 લાખ 35 હજાર સુધી જઈ શકે છે સોનું કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે ભૌગોલિક રાજકીય તણાવ યથાવત છે. આનાથી સોનાને ટેકો મળી રહ્યો છે. આનાથી સોનાની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં, આ વર્ષે સોનું 1 લાખ 35 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.
