Loading...

ગૃહ મંત્રાલયની બહાર TMCનું વિરોધ પ્રદર્શન:પોલીસ સાથે ઝપાઝપી, 8 સાંસદોની અટકાયત; EDના દરોડા બાદ કોલકાતામાં આજે મમતાની રેલી

8 જાન્યુઆરીએ EDના 10 સ્થળોએ દરોડા

8 જાન્યુઆરીએ TMCના IT સેલના ચીફ અને પોલિટિકલ એક્શન કમિટી (I-PAC)ના ડિરેક્ટર પ્રતીક જૈનના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી. આ કાર્યવાહી 2020ના કોલસા તસ્કરી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસમાં થઈ.

EDની એક ટીમે ગુરુવારે સવારે જૈનના લાઉડન સ્ટ્રીટ સ્થિત ઘર અને બીજી ટીમે સોલ્ટલેક સ્થિત ઓફિસ પર દરોડા પાડ્યા હતા. પ્રતીક જૈન જ મમતા બેનર્જી માટે પોલિટિકલ સ્ટ્રેટેજી તૈયાર કરે છે.

તેથી જ્યારે સીએમ મમતાને દરોડાની જાણ થઈ, ત્યારે તેઓ પોલીસ અધિકારીઓ સાથે સીધા પ્રતીકના ઘરે પહોંચ્યા હતા. 20-25 મિનિટ રોકાયા પછી એક ફાઇલ ફોલ્ડર લઈને નીકળી ગયા હતા.

આ પછી મમતા પ્રતીકની ઓફિસે પહોંચ્યા હતા. અહીં તેઓ લગભગ 3:30 કલાક રોકાયા હતા. મમતાએ આ કાર્યવાહીને રાજકારણથી પ્રેરિત ગણાવી છે. તેમણે કહ્યું કે મને માફ કરો વડાપ્રધાનજી, કૃપા કરીને તમારા ગૃહમંત્રીને કાબુમાં રાખો.

દેશમાં કદાચ પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ સીએમએ દરોડા દરમિયાન આવું પગલું ભર્યું હોય. EDએ આ મામલે દેશભરમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા. જેમાં 6 બંગાળના અને 4 દિલ્હીના છે.

મામલો હાઈકોર્ટ પહોંચ્યો, આજે સુનાવણી

પુરાવાઓ સાથે ચેડાં કરવાના મામલે EDએ કલકત્તા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. બીજી તરફ, I-PACએ પણ સર્ચની કાયદેસરતાને પડકારી છે. આ કેસની સુનાવણી શુક્રવારે જસ્ટિસ સુવરા ઘોષની બેન્ચમાં થશે.

જ્યારે, પ્રતીક જૈનના પરિવારે શેક્સપીયર સરણી પોલીસ સ્ટેશનમાં ED અધિકારીઓ વિરુદ્ધ મહત્વપૂર્ણ દસ્તાવેજોની ચોરીનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

પ. બંગાળના રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકારીએ ધમકીની પુષ્ટિ કરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ઈ-મેલમાં રાજ્યપાલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મોકલનારે ઈ-મેલમાં પોતાનો મોબાઈલ નંબર પણ લખ્યો છે.

ભાજપ IT સેલના વડા અમિત માલવિયાએ કહ્યું- મમતા બેનર્જીના શાસનમાં તમારું સ્વાગત છે, જ્યાં રાજ્યપાલ પણ સુરક્ષિત નથી. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ છે. ગૃહમંત્રી, મમતા બેનર્જી, કોલસાની દાણચોરી અને મની લોન્ડરિંગના આરોપી એક ખાનગી પેઢીને બચાવવા માટે ED પાસેથી પુરાવાવાળી ફાઈલો છીનવવામાં વ્યસ્ત છે. મમતા બેનર્જી સંપૂર્ણપણે નિષ્ફળ નેતા છે.

આ રીતે પહોંચ્યા કૌભાંડના પૈસા...

ED એ જણાવ્યું કે 27 નવેમ્બર 2020ના રોજ CBI કોલકાતાએ એક FIR દાખલ કરી હતી. પછી મની લોન્ડરિંગ કેસ દાખલ થયો. તપાસમાં અનૂપ માંઝીના સિન્ડિકેટનો પર્દાફાશ થયો, જે ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડના લીઝ હોલ્ડ વિસ્તારમાંથી કોલસો ચોરી કરીને ફેક્ટરીઓમાં વેચતો હતો.

EDનો દાવો છે કે આ ગેરકાયદેસર ધંધામાંથી કમાયેલા પૈસા એક મુખ્ય હવાલા ઓપરેટરે આઈ-પેક કન્સલ્ટિંગ પ્રાઈવેટ લિ. સુધી પહોંચાડ્યા.

મમતાનો આરોપ- આ કાર્યવાહી ગૃહમંત્રી કરાવી રહ્યા છે

CM મમતાએ દરોડાને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા અને તેની પાછળ BJPના ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે શું ED અને અમિત શાહનું કામ પાર્ટીની હાર્ડ ડિસ્ક અને ઉમેદવારોની યાદી જપ્ત કરવાનું છે? આ એક નબળા ગૃહમંત્રી છે, જે દેશની સુરક્ષા કરી શકતા નથી. મારી પાર્ટીના તમામ દસ્તાવેજો ઉઠાવીને લઈ ગયા છે. એક તરફ તેઓ પશ્ચિમ બંગાળમાં SIR દ્વારા મતદારોના નામ હટાવવાનું કામ કરી રહ્યા છે. બીજી તરફ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મને માફ કરજો પ્રધાનમંત્રીજી, કૃપા કરીને તમારા ગૃહમંત્રીને કાબુમાં રાખો. જો તમે (BJP) અમારી સાથે લડી શકતા નથી, તો તમે બંગાળ શા માટે આવી રહ્યા છો? અમને લોકતાંત્રિક રીતે હરાવો. તમે અમારી એજન્સીઓનો ઉપયોગ અમારા કાગળો, અમારી રણનીતિ, અમારા મતદારો, અમારા ડેટા, અમારા બંગાળને લૂંટવા માટે કરી રહ્યા છો. આ બધું કરીને, તમને જેટલી બેઠકો મળી રહી હતી, તે ઘટીને શૂન્ય થઈ જશે.

EDનો જવાબ- દરોડા પુરાવાના આધારે પાડ્યા

EDએ કહ્યું કે કોલકાતામાં I-PACના ઠેકાણાઓ પર દરોડા સંપૂર્ણપણે પુરાવાના આધારે પાડવામાં આવી રહ્યા છે. આ કોઈ રાજકીય પક્ષ કે ચૂંટણી સાથે જોડાયેલો મામલો નથી. આ કાર્યવાહી હવાલા, ગેરકાયદેસર કોલસાની તસ્કરી અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસમાં થઈ રહી છે.

EDએ જણાવ્યું કે કાર્યવાહી 2020માં CBIએ નોંધેલા તે કેસ સાથે સંબંધિત છે, જે અનુપ માજી ઉર્ફે લાલાના કોલસા તસ્કરી સિન્ડિકેટ સાથે જોડાયેલો છે. આરોપ છે કે સિન્ડિકેટે પૂર્વીય કોલફિલ્ડ્સના આસનસોલ અને આસપાસના (પશ્ચિમ બર્ધમાન) વિસ્તારોમાં કોલસાની ચોરી અને ગેરકાયદેસર ખોદકામ કર્યું.

ED દાવો કરે છે કે કોલસાની તસ્કરી સાથે સંકળાયેલા એક હવાલા ઓપરેટરે Indian PAC Consulting Pvt Ltd (I-PAC)ને કરોડો રૂપિયાના વ્યવહારો કરાવ્યા. એજન્સી અનુસાર, I-PAC પણ હવાલાના નાણાં સાથે સંકળાયેલી એકમોમાં સામેલ છે.

EDએ કહ્યું કે કાર્યવાહી શાંતિપૂર્ણ અને વ્યાવસાયિક રીતે ચાલી રહી હતી, પરંતુ મમતા બેનર્જી મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સાથે પહોંચ્યા પછી તપાસમાં અવરોધ ઊભો થયો.

ભાજપે કહ્યું- મમતાએ કેન્દ્રીય એજન્સીઓના કામમાં દખલગીરી કરી

ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું, 'હું દરોડા પર કોઈ કમેન્ટ નહીં કરું. ED વિગતો આપી શકે છે. મમતા બેનર્જીએ કેન્દ્રીય એજન્સીઓના કામમાં દખલગીરી કરી. મમતાએ આજે ​​જે કર્યું તે તપાસમાં અવરોધ ઊભો કરવાનું હતું. મુખ્યમંત્રી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. I-PAC ઓફિસમાં મતદાર યાદી કેમ મળી? શું I-PAC કોઈ પાર્ટી ઓફિસ છે?'

સિનિયર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો કે I-PAC એક કોર્પોરેટ એકમ હોવા છતાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની આંખ અને કાનની જેમ કામ કરે છે. પશ્ચિમ બંગાળમાં પાર્ટીની ચૂંટણી જીત સુનિશ્ચિત કરવા માટે રાજકીય રીતે અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ છે.

નોલેજ પોઈન્ટ: I-PAC વિશે જાણો

I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી) એક પોલિટિકલ કન્સલ્ટન્ટ ફર્મ છે. તેના ડિરેક્ટર પ્રતીક જૈન છે.

તે રાજકીય પક્ષોને ચૂંટણી રણનીતિ, ડેટા-આધારિત ઝુંબેશ, મીડિયા પ્લાનિંગ અને મતદાર આઉટરીચમાં મદદ કરે છે.

I-PAC પહેલા Citizens for Accountable Governance (CAG) હતી. તેની શરૂઆત 2013માં પ્રશાંત કિશોરે પ્રતીક સાથે કરી હતી. બાદમાં તેનું નામ I-PAC રાખવામાં આવ્યું.

પ્રશાંત કિશોરના હટ્યા પછી I-PACની કમાન પ્રતીક પાસે આવી ગઈ.

પ્રશાંતે બાદમાં બિહારમાં ‘જન સુરાજ’ પાર્ટી બનાવી.

I-PAC તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે 2021થી જોડાયેલી છે.

Image Gallery