Loading...

સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ઘટ્યો:82,700 પર ટ્રેડ કરી રહ્યો છે, નિફ્ટી પણ 150 પોઈન્ટ ગગડ્યો; ઓટો અને આઈટી શેર ઘટ્યા

ગ્લોબલ માર્કેટમાં ઘટાડો

  • એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 2.16% ઘટીને 49,783 પર અને કોરિયાનો કોસ્પી 2.49% ઘટીને 3,926 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.11% ઘટીને 26,190 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.16% ઘટીને 4,001 પર ટ્રેડ કરી રહ્યો છે
  • 6 નવેમ્બરના રોજ, યુએસ ડાઉ જોન્સ 0.84% ઘટીને 46,912 પર બંધ થયો. આ દરમિયાન, નેસ્ડેક કમ્પોઝિટ 1.90% અને S&P 500 1.12% ઘટીને બંધ થયો.

6 નવેમ્બરના રોજ FII એ ₹3,605 કરોડના શેર વેચ્યા

  • 6 નવેમ્બરના રોજ, FII એ 3,605 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા, જ્યારે DIIએ 4,814કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
  • ઓક્ટોબર મહિનામાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ 14,610 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
  • સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોએ ₹35,301.36 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ દરમિયાન ₹65,343.59 કરોડની નેટ ખરીદી કરી હતી.

ગઈકાલે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

6 નવેમ્બરના રોજ શેરબજારમાં ઘટાડો થયો. સેન્સેક્સ 148 પોઈન્ટ ઘટીને 83,311 પર બંધ થયો. નિફ્ટી પણ 88 પોઈન્ટ ઘટીને 25,509 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 12મા તેજી અને 18 ઘટ્યા. મેટલ અને મીડિયા શેરોમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે ઓટો અને આઇટી શેરોમાં ખરીદી જોવા મળી.

Image Gallery