સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 85,450 પર ટ્રેડિંગ:નિફ્ટી 50 પોઈન્ટ ઘટ્યો; મેટલ, રિયલ્ટી અને પ્રાઈવેટ બેન્કિંગ શેર્સ ઘટ્યા
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર
- એશિયન બજારો: કોરિયાનો કોસ્પી 1.66% વધીને 3,985 પર, જાપાનનો નિક્કેઈ 0.40% વધીને 49,499 પર અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.26% વધીને 26,101 પર કારોબાર કરી રહ્યા છે.
- અમેરિકી બજારો: 1 ડિસેમ્બરે ડાઉ જોન્સ 0.90% ઘટીને 47,289 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટમાં પણ 0.38% અને S&P 500 માં 0.53% નો ઘટાડો જોવા મળ્યો.
ઘરેલુ રોકાણકારોએ 1 ડિસેમ્બરે ₹2,559 કરોડના શેર ખરીદ્યા
- 1 ડિસેમ્બરે વિદેશી રોકાણકારો (FIIs) એ કેશ સેગમેન્ટમાં ₹1,171.31 કરોડના શેર વેચ્યા. જ્યારે ઘરેલુ રોકાણકારો (DIIs) એ ₹2,558.93 કરોડની ખરીદી કરી.
- નવેમ્બર મહિનામાં FIIs એ કુલ ₹17,500.31 કરોડના શેર વેચ્યા. જ્યારે, DIIs એ ₹77,083.78 કરોડની ખરીદી કરી. એટલે કે, બજારને ઘરેલુ રોકાણકારોનો ટેકો છે.
ગઈકાલે બજાર ઓલટાઇમ હાઈ બનાવીને ઘટ્યું હતું
અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સોમવાર, 1 ડિસેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 65 પોઈન્ટ ઘટીને 85,642 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 27 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 26,176 પર બંધ થયો.
આ પહેલા શરૂઆતી કારોબાર દરમિયાન સેન્સેક્સે 86,159 અને નિફ્ટીએ 26,325નો ઓલટાઇમ હાઈ બનાવ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઘટાડો જોવા મળ્યો. આજે FMCG, ફાર્મા અને ફાઇનાન્સ શેરોમાં ઘટાડો રહ્યો. જ્યારે ઓટો અને IT શેરોમાં તેજી જોવા મળી.
