Loading...

કેનેડામાં એમેઝોનના વેરહાઉસમાં રૂ. 18 કરોડથી વધુની ચોરી:5 ગુજરાતીઓની ધરપકડ, આરોપીઓમાં 2 મહિલા પણ સામેલ; ઈલેક્ટ્રોનિક્સ સાધનો-રોકડ જપ્ત

કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી ચોરી કરતા હોવાનો આરોપ

તપાસકર્તાઓનું કહેવું છે કે એમેઝોનની 'લોસ પ્રિવેન્શન ટીમ' (ચોરી અટકાવતી ટીમ) એ તેમનો સંપર્ક કર્યો હતો. એવો આરોપ હતો કે આ કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી થઈ રહેલી આ ચોરી માટે જવાબદાર હતા.

સંયુક્ત તપાસ બાદ, ડરહામ પોલીસે બંને કર્મચારીઓની અટકાયત કરી હતી અને ત્યારબાદ સ્કારબોરો (Scarborough)માં આવેલા એક ઘરની ઝડતી લેવા માટે સર્ચ વોરંટનો અમલ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તેના પરિણામે વધુ ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક્સ સાધનો-રોકડ જપ્ત

પોલીસે જણાવ્યું હતું કે તેમણે કુલ મળીને $250,000 થી વધુની કિંમતના અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક્સ સાધનો અને $50,000 રોકડા જપ્ત કર્યા છે.

ધરપકડ કરાયેલા પાંચ લોકોમાં સ્કારબોરોના ચાર અને ન્યૂમાર્કેટના એક વ્યક્તિનો સમાવેશ થાય છે, જેમની ઉંમર 28 થી 36 વર્ષની વચ્ચે છે, તેઓના નામ જાન્વીબેન ધામેલિયા, યશ ધામેલિયા, મેહુલ બલદેવભાઈ પટેલ, આશિષકુમાર સવાણી અને બંસરી સવાણી જાહેર થયા છે. આ તમામ સામે ટ્રાફિકિંગ (ગેરકાયદેસર વેપાર)ના હેતુથી ગુનાહિત રીતે મેળવેલી મિલકત રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત, મેહુલ પટેલ અને આશિષકુમાર સવાણી સામે છેતરપિંડી અને ચોરીના વધારાના આરોપો પણ મૂકવામાં આવ્યા છે.

હજુ સુધી આમાંથી કોઈ પણ આરોપ અદાલતમાં સાબિત થયા નથી.

તપાસકર્તાઓ આ બાબતે વધુ માહિતી ધરાવતી કોઈપણ વ્યક્તિને તેમનો સંપર્ક કરવા અથવા 'ક્રાઈમ સ્ટોપર્સ' ને અજ્ઞાત રીતે જાણ કરવા વિનંતી કરી રહ્યા છે.

Image Gallery