ખુદ કૃષ્ણ બન્યા તારણહાર!:'લાલો'ની જાદુઈ કમાણી, ધીમી શરૂઆત બાદ રોકેટ ગતિએ આગળ વધી; બજેટ કરતાં ચાર ગણો નફો કમાયો
ધીમી શરૂઆત, મજબૂત કમબૅક અહેવાલ મુજબ, 'લાલો'એ પહેલાં દિવસે માત્ર 2 લાખ રૂપિયાની કમાણી કરી હતી. હિન્દી કે અન્ય પ્રાદેશિક ફિલ્મોની સરખામણીએ ગુજરાતી ફિલ્મોને ઓછી સ્ક્રીન અને શો મળતા હોવા છતાં, આ ઓપનિંગ ખાસ ઉત્સાહજનક નહોતું. પહેલાં 18 દિવસો સુધી ફિલ્મનું કલેક્શન મોટાભાગે 5 લાખ રૂપિયાથી નીચે જ રહ્યું હતું.
દિવાળી પછી થયો ક્લેક્શનમાં થયો 'ધમાકો' પરંતુ દિવાળીના બીજા દિવસથી જ 'લાલો'ની ગાડી પૂરપાટ દોડવા લાગી. 19મા દિવસે ફિલ્મે પહેલીવાર 10 લાખ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. ત્યાર બાદ તો ફિલ્મે બૉક્સ ઑફિસનો આખો ખેલ પલટી નાખ્યો.
હિન્દી ફિલ્મોને આપી જોરદાર ટક્કર! બુક માય શોના ટ્રેન્ડિંગ ટિકર મુજબ, મંગળવારે સવારે જાણવા મળ્યું કે- છેલ્લા 24 કલાકમાં 'લાલો'ની લગભગ 39 હજાર ટિકિટો બુક થઈ છે. જ્યારે હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ ટિકિટ આયુષ્માન ખુરાનાની 'થામા'ની 36 હજાર વહેંચાણી હતી, જે 'લાલો' કરતાં ઓછી હતી. સોમવારના કલેક્શનમાં પણ 'લાલો'એ ગુજરાતમાંથી આવતા સિનિયર એક્ટર પરેશ રાવલની ફિલ્મ 'ધ તાજ સ્ટોરી'ને પાછળ છોડી દીધી. ટ્રેડ રિપોર્ટ્સ મુજબ, મંગળવારે ફિલ્મે પહેલીવાર 2 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.
અત્યાર સુધીમાં, 26 દિવસોમાં 'લાલો'નું નેટ ઇન્ડિયા કલેક્શન 8.50 કરોડ રૂપિયાથી વધુ થઈ ચૂક્યું છે. વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન પણ 10 કરોડના આંકડાની આસપાસ પહોંચી ચૂક્યું છે. ફિલ્મનું બજેટ આશરે સવાથી દોઢ કરોડ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, એટલે કે તે અત્યારથી જ સુપરહિટ સાબિત થઈ ચૂકી છે.
'ચણિયા ટોળી'નો રેકોર્ડ તોડી શકે છે! ગુજરાતી સિનેમાની ઑલટાઇમ ટૉપ 10 સૌથી મોટી ફિલ્મોનું વર્લ્ડવાઇડ કલેક્શન 50 કરોડથી લઈને 15 કરોડ રૂપિયા સુધીનું છે. આ લિસ્ટમાં દિવાળી પર રિલીઝ થયેલી 'ચણિયા ટોળી' હાલ ઉપર છે, જેનું કલેક્શન 18 કરોડ રૂપિયા છે. જે સ્પીડથી 'લાલો' આગળ વધી રહી છે, પૂરી સંભાવના છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં તે આ રેકોર્ડ તોડી દેશે. હવે જોવાનું એ રહે છે કે 20 દિવસ પછી આ ગુજરાતી 'બૉમ્બ' બૉક્સ ઑફિસ પર બીજા કેટલા ધમાકા કરે
