Loading...

ઈન્ડિયન વુમન્સ ટીમ પર કરોડોની ધનવર્ષા:BCCIની 51 કરોડ પ્રાઇઝ મની આપવાની જાહેરાત; ICC તરફથી પણ અંદાજે 40 કરોડ રૂપિયા મળશે

દેવજીત સૈકિયાએ ICC ચેરમેનનો આભાર વ્યક્ત કર્યો દેવજીત સૈકિયાએ કહ્યું કે આ જીત ભારતમાં મહિલા ક્રિકેટના ભવિષ્યને નવી દિશા આપશે અને આવનારી પેઢીની ખેલાડીઓને પ્રેરિત કરશે. તેમણે ICCના ચેરમેન અને પૂર્વ BCCI સેક્રેટરી જય શાહનો પણ આભાર માન્યો, જેમણે મહિલા ખેલાડીઓને લઈને જરૂરી પગલાં ભર્યા છે.

દેવજીત સૈકિયાએ કહ્યું, 'જય શાહના નેતૃત્વમાં મહિલા ક્રિકેટમાં મોટા ફેરફારો આવ્યા છે. પગાર સમાનતા પર પણ ધ્યાન આપ્યું. તાજેતરમાં વુમન્સ વર્લ્ડ કપ માટે ઈનામી રકમમાં 300 ટકાની વૃદ્ધિ કરવામાં આવી. તે 2.88 મિલિયન ડોલરથી વધારીને લગભગ 14 મિલિયન ડોલર કરી દેવાઈ. આ પગલાંથી મહિલા ક્રિકેટને ઘણો પ્રોત્સાહન મળ્યું છે. BCCIએ ખેલાડીઓ, કોચ અને સહયોગી સ્ટાફ માટે 51 કરોડ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી છે.'

ICC તરફથી પણ ભારતીય ટીમને ખિતાબ જીતવા બદલ 4.48 મિલિયન ડોલર (અંદાજે 40 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ મળી છે, જે ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રકમ છે. વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં ICCએ 13.88 મિલિયન ડોલર (લગભગ 123 કરોડ)ની ઈનામી રાશિ વહેંચી, જે 2022ની આવૃત્તિ કરતા લગભગ ત્રણ ગણી વધારે છે.

Image Gallery