Gen Zના વિરોધ બાદ નેપાળના PM ઓલીએ રાજીનામું આપ્યું:યુવાઓએ PM-રાષ્ટ્રપતિનું ઘર ફુંકી માર્યુ
સોમવારથી નેપાળમાં યુવાનો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમાં અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત થયા છે.
મંગળવારે, વિરોધીઓએ રાષ્ટ્રપતિ નિવાસસ્થાન, ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને શેર બહાદુર દેઉબાના ઘરોમાં તોડફોડ કરી હતી. તેમણે ગઈકાલે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા રમેશ લેખક અને સંદેશાવ્યવહાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગના ઘરોને પણ આગ ચાંપી દીધી હતી.
આ દરમિયાન સરકારમાં રાજીનામાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 4 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. જેમાં ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, આરોગ્યમંત્રી પ્રદીપ પૌડેલ અને પાણી પુરવઠા મંત્રી પ્રદીપ યાદવનો સમાવેશ થાય છે.
આ દરમિયાન, પીએમ ઓલીએ આજે સાંજે 6 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.