Loading...

ટ્રમ્પે ટેરિફને બ્રેક મારતાં જ શેરબજારની ગાડી ગિયરમાં:સેન્સેક્સમાં 2500 પોઇન્ટની તેજી, 84,000ને પાર, નિફ્ટી 750 પોઇન્ટ વધ્યો; ટ્રમ્પે ટેરિફ ઘટાડ્યા પછી અદાણીના શેરમાં 13%નો ઉછાળો

ટ્રમ્પ દ્વારા ભારત પરના ટેરિફ 50%થી ઘટાડીને 18% કરવાની જાહેરાત બાદ ભારતીય શેરબજાર આજે, 3 ફેબ્રુઆરીના રોજ તેજીમાં છે. સેન્સેક્સ 2500 પોઈન્ટ (3%) વધીને 84,200 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ 750 પોઈન્ટ (3%) વધીને 25,850 પર ટ્રેડ થઈ રહ્યો છે.

રિયલ્ટી, ઓટો અને આઇટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી છે. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 5% વધ્યો છે. આઇટી અને ઓટો ઇન્ડેક્સ લગભગ 4% વધ્યા છે. નિફ્ટી મેટલ, ફાર્મા, હેલ્થકેર અને બેંક ઇન્ડેક્સ લગભગ 3% વધ્યા છે.

બજેટમાં સ્પેશિયલ ટેક્સ (STT) ટેક્સમાં વધારાની જાહેરાત થયા પછી 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1,546 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. ગઈકાલે, 2 ફેબ્રુઆરીએ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધીને 81,666 પર બંધ થયો હતો. અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલી 25% રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફને 7% ઘટાડીને 18% કરી દીધો છે, જેથી આજે બજાર તેજીમાં છે.

ટ્રમ્પ બોલ્યા, ભારત સાથે ટ્રેડ ડીલ પર સહમત

US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે તેઓ ભારત સાથેની ડીલ પર સહમત છે, જેમાં ટેરિફ 25%થી ઘટીને 18% થઈ જશે. ભારત રશિયા પાસેથી ઓઇલની ખરીદી બંધ કરશે અને US પાસેથી વધુ એનર્જી, ટેકનોલોજી અને એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સ ખરીદશે.

PM નરેન્દ્ર મોદીના ફોન કોલ પછી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ટ્રમ્પે 25 એપ્રિલે ભારત પર 25% રેસિપ્રોકલ ટેરિફ અને પછી રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ઓગસ્ટમાં 25% પેનલ્ટીની જાહેરાત કરી હતી. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું હતું કે ભારત પર માત્ર 18% ટેરિફ જ લાગશે. અમેરિકા રશિયન તેલ ખરીદવાને કારણે લાગેલો 25% ટેરિફ હટાવી દેશે.

ટેરિફ ઘટવાથી ભારતને 5 ફાયદા

  • અમેરિકામાં ભારતીય સામાન સસ્તો થશે: અમેરિકાએ ભારતીય સામાન પર લાગતા ટેક્સને 25%થી ઘટાડીને 18% કરી દીધો છે. આનો અર્થ એ છે કે 'મેડ ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ્સ હવે અમેરિકામાં પહેલાં કરતાં સસ્તા વેચાશે, જેનાથી એની માગ વધશે.
  • કાપડ અને ગાર્મેન્ટ સેક્ટરમાં વૃદ્ધિ: ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી વધુ ફાયદો થશે, કારણ કે ભારતના કુલ કાપડ નિકાસનો 28% હિસ્સો એકલા અમેરિકા જાય છે. ટેક્સ ઓછો થવાથી ભારતીય કપડાં બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા હરીફોની સરખામણીમાં વધુ સ્પર્ધાત્મક બનશે.
  • એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સને નવા ઓર્ડર: ભારતમાંથી અમેરિકા જતા સામાનમાં સૌથી મોટો હિસ્સો મશીનરી અને ઓટો પાર્ટ્સનો છે. ટેક્સ ઘટવાથી આ કંપનીઓનો નફો વધશે અને તેમને અમેરિકાથી નવા અને મોટા ઓર્ડર મેળવવામાં સરળતા રહેશે.
  • સીફૂડ અને જ્વેલરી વેપારીઓને રાહત:સી ફૂડ (ખાસ કરીને ઝીંગા) અને હીરા-ઝવેરાતના નિકાસ પર ખર્ચ ઓછો થશે. આનાથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ અને જ્વેલર્સને સીધો ફાયદો થશે.
  • શેરબજાર અને રૂપિયો મજબૂત થશે: આ ડીલથી સેન્ટિમેન્ટ બદલાશે, જેનાથી શેરબજારમાં તેજી આવશે, સાથે જ ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થશે.

ગઈકાલે બજારમાં તેજી રહી

બજેટના એક દિવસ પછી આજે એટલે કે 2 ફેબ્રુઆરી (સોમવાર)ના રોજ શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 943 પોઈન્ટ ચઢીને 81,666ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 262 પોઈન્ટની તેજી રહી. એે 25,088ના સ્તરે બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં તેજી અને 6માં ઘટાડો રહ્યો. નિફ્ટીના ઓટો, FMCG, મેટલ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં 2% સુધીની તેજી જોવા મળી, જ્યારે IT શેરોમાં વેચવાલી જોવા મળી.