Loading...

સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુનો ઘટાડો:85,500ના સ્તરે ટ્રેડ કરી રહ્યો, નિફ્ટી પણ 30 પોઈન્ટ ઘટ્યો; IT શેરો તૂટ્યા

ગ્લોબલ માર્કેટમાં તેજી

  • એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી 0.45% ઉપર 4,124 પર અને જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 0.079% ઉપર 50,442 પર કારોબાર કરી રહ્યો છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.29% વધીને 25,877 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.34% વધીને 3,930 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • 22 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.47% ઉપર 48,362 પર બંધ થયો હતો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટમાં 0.52% અને S&P 500 માં 0.64%ની તેજી જોવા મળી હતી.

સોમવારે DIIsએ ₹2,700 કરોડના શેર્સ ખરીદ્યા

  • 22 ડિસેમ્બરે વિદેશી રોકાણકારો (FIIs) એ 457 કરોડના શેર વેચ્યા અને સ્થાનિક રોકાણકારો (DIIs) એ 4,058 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.
  • ડિસેમ્બરમાં 22 તારીખ સુધી FIIs એ કુલ ₹20,314 કરોડના શેર વેચ્યા. આ સમયગાળા દરમિયાન બજારને સંભાળી રહેલા DIIsએ ₹56,090 કરોડના શેર ખરીદ્યા છે.
  • નવેમ્બર મહિનામાં FIIsએ કુલ ₹17,500.31 કરોડના શેર વેચ્યા. જ્યારે, DIIsએ ₹77,083.78 કરોડની ખરીદી કરી. એટલે કે, બજારને સ્થાનિક રોકાણકારોનો ટેકો છે.

ગઈકાલે બજારમાં તેજી રહી હતી

અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સોમવાર 22 જાન્યુઆરીએ શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 638 પોઈન્ટ વધીને 85,567 પર બંધ થયો છે. નિફ્ટીમાં પણ 206 પોઈન્ટની તેજી રહી, તે 26,172 પર બંધ થયો. આજના કારોબારમાં મેટલ અને આઈટી શેરોમાં સૌથી વધુ ખરીદી રહી. આ ઉપરાંત બેંક અને ફાર્મા શેર પણ વધ્યા.

Image Gallery