અમદાવાદમાં વિરાટનગર બ્રિજ પાસે દુકાનોમાં આગ:એક કલાકથી ઓઇલની દુકાનમાં લાગેલી આગ કાબૂમાં લેવા પ્રયાસ, ફોમના કેરબા લાવ્યા; ફાયર વિભાગના ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા નથી
કોમ્પ્લેક્સમાં ઓઇલની દુકાનમાં ભીષણ આગ હજી સુધી કાબૂમાં આવી શકી નથી. આગ સતત વધી રહી છે.
ધુમાડાના ગોટેગોટા વળ્યા
કોમ્પ્લેક્સમાં ઓઇલની દુકાનમાં ભીષણ આગ હજી સુધી કાબૂમાં આવી નથી. આગ સતત વધી રહી છે અને આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે.
ફાયર વિભાગના ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા નથી
છેલ્લા એક કલાકથી કોમ્પક્સમાં આવેલી દુકાનમાં આગ લાગેલી છે, છતાં પણ હજી સુધી કાબૂમાં આવી નથી. અમદાવાદ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારી તરીકે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા હજુ સુધી પહોંચ્યા નથી.
વિકરાળ આગને કારણે શ્રી ઓમ સોસાયટીના રહીશોમાં ફફડાટ
વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની પાછળના ભાગે શ્રી ઓમ સોસાયટી આવેલી છે. જેથી રહેણાંક વિસ્તારમાં આગ ન લાગે તેના માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાછળના ભાગેથી પણ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આગને કારણે રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ઓઇલની દુકાનમાં લાગેલી આગ કાબૂમાં લેવા ફોમના કેરબા લાવવામાં આવ્યા.
ઓઇલની દુકાનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફોમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગ બુઝાવવા માટે ફોમના કેરબા લાવવામાં આવી રહ્યા છે.
50 મિનિટથી એક જ દુકાનમાં લાગેલી આગ કાબૂમાં લેવા પ્રયાસ
છેલ્લા 50 મિનિટથી એક જ દુકાનમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. ફાયરબ્રિગેડના 6થી 8 જવાનો પાણી અને ફોમ બંનેનો ઉપયોગ કરી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.
