Loading...

નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ:ભાજપમાં નીતિન નબીન યુગની શરુઆત, PM મોદીની હાજરીમાં નામની જાહેરાત

ભાજપના નબીન થોડીવારમાં પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. આ પહેલા ભાજપ અધ્યક્ષ તરીકે ચૂંટાવાનો સત્તાવાર એલાન કરવામાં આવશે.

આજે સવારે નવીન દિલ્હીમાં ભગવાન વાલ્મીકિ મંદિર, ગુરુદ્વારા બંગલા સાહિબ અને ઝંડેવાલન મંદિર ગયા અને માથું ટેકવ્યું. 45 વર્ષના નબીન પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. તેમના પહેલા અમિત શાહ 49 વર્ષની ઉંમરે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

સોમવારે ભાજપ હેડક્વાર્ટર ખાતે અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હોવાથી નબીન બિનહરીફ ચૂંટાયા હતા. નીતિનને 14 ડિસેમ્બર, 2025ના રોજ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન હવે પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. સોમવારે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં નોમિનેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. 45 વર્ષના નબીન પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. તેમના પહેલા અમિત શાહ 49 વર્ષની ઉંમરે પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા.