Loading...

સેન્સેક્સ 500 પોઈન્ટ તુટ્યો:83,300 પર કારોબાર કરી રહ્યો છે; નિફ્ટી 150 પોઈન્ટ ગગડ્યો, ઓટો-ફાર્મા શેર્સમાં વેચવાલી

શેરબજારમાં આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 83,000ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો છે, તે 25,600ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

ઓટો, મેટલ અને ફાર્મા શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યારે IT અને FMCG શેર્સમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઘટીને કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેર નીચે છે.

ગ્લોબલ માર્કેટમાં ઘટાડો

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 0.73% ઘટીને 53,898 પર અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 3.58% નીચે 5,179 પર કારોબાર કરી રહ્યો છે.
  • હોંગકોંગનો હેંગસેંગ 1.28% નીચે 26,503 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 1.03% ઘટીને 4,059 પર કારોબાર કરી રહ્યો છે.
  • 4 ફેબ્રુઆરીએ અમેરિકાનો ડાઉ જોન્સ 0.53% ઉપર 49,407 પર બંધ થયો. નેસ્ડેક 1.51% અને S&P 500 0.51% ઘટીને બંધ થયા.

વિદેશી રોકાણકારોએ 4 ફેબ્રુઆરીએ ₹250 કરોડના શેર વેચ્યા

  • વિદેશી રોકાણકારો (FII)એ 4 ફેબ્રુઆરીના રોજ ₹250 કરોડના શેર વેચ્યા. જ્યારે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ ₹6.49 કરોડની ખરીદી કરી હતી.
  • ડિસેમ્બર 2025માં FIIsએ કુલ ₹34,350 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન બજારને સંભાળી રહેલા DIIs એ ₹79,620 કરોડના શેર ખરીદ્યા હતા.

ગઈકાલે બજારમાં તેજી રહી

ગઈકાલે 4 ફેબ્રુઆરીના રોજ સેન્સેક્સ 79 અંક વધીને 83,818 પર બંધ થયો. નિફ્ટીમાં 48 અંકનો વધારો રહ્યો, તે 25,776ના સ્તર પર બંધ થયો.

ઓટો, એનર્જી અને FMCG શેરોમાં તેજી રહી. જ્યારે IT અને બેન્કિંગ શેરોમાં ઘટાડો રહ્યો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 38 વધીને બંધ થયા.