મકરસંક્રાંતિએ મહાકાલનો તલના તેલથી અભિષેક:પ્રયાગરાજમાં 15 લાખ શ્રદ્ધાળુએ સ્નાન કર્યું; PMએ પોતાના આવાસ પર ગાયોને ચારો ખવડાવ્યો
દેશભરના અનેક ભાગોમાં ગુરુવારે પણ મકરસંક્રાંતિ ઊજવવામાં આવી રહી છે. ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલનો તલના તેલથી અભિષેક થયો. ભસ્મ આરતીમાં પણ તલ ચઢાવવામાં આવ્યા અને તલના લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો.
સંક્રાંતિને લઈને ગંગા, યમુના અને નર્મદા જેવી મુખ્ય નદીઓના તટ પર લાખો લોકો સવારથી ડૂબકી લગાવી ચૂક્યા છે. પ્રયાગરાજ માઘ મેળામાં આજે મકરસંક્રાંતિનું સ્નાન પર્વ છે. સંગમમાં સવારે 7 વાગ્યા સુધી 15 લાખ શ્રદ્ધાળુ સ્નાન કરી ચૂક્યા છે. આજે આશરે દોઢ કરોડ શ્રદ્ધાળુ પહોંચવાનો અંદાજ છે.
યુપીના વારાણસીના ગંગા ઘાટ અને પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં સ્નાન માટે લોકોની ભીડ ઊમટી છે. પંજાબના અમૃતસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સચખંડ શ્રી દરબાર સાહિબમાં પવિત્ર સ્નાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના અવસરે પોતાના આવાસ પર ગાયોને ચારો ખવડાવ્યો.
