Loading...

સસ્તા અનાજના 17 હજારથી વધુ દુકાનદારો આજથી હડતાળ પર:અનાજ વિતરણ બંધ, કમિશનમાં વધારો અને ટેક્નિકલ સમસ્યાનો તાત્કાલીક ઉકેલ લાવવાની માગ

કમિશનમાં વધારો કરવામાં આવે' રેશનિંગ દુકાનદાર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યા વગર હડતાળ પાછી લેવામાં નહીં આવે. કમિશનમાં વધારો કરવામાં આવે. ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે. તકેદારી સમિતિના આદેશને રદ કરવામાં આવે અને જથ્થામાં પડતી ઘટ દૂર કરવામાં આવે.

'પેપરમાં જાહેર કરાયેલ બધી વસ્તુઓ ગ્રાહકોને આપવામાં આવતી નથી' રેશનિંગની દુકાનદાર ભગવાન રાણાએ જણાવ્યું હતું કે, સરકારી દુકાનોમાંથી પૂરો માલસામાન મળતો નથી. પૂરતો પુરવઠો ન મળવાને કારણે કાર્ડધારકો (ગ્રાહકો) દુકાનદારો પર નારાજગી વ્યક્ત કરે છે અને તેમને હેરાનગતિ થાય છે. પેપરમાં જાહેર કરાયેલ બધી વસ્તુઓ ગ્રાહકોને આપવામાં આવતી નથી. ઈન્ટરનેટ/ઇલેક્ટ્રિક પ્રોબ્લેમને કારણે સર્વર ડાઉન રહે છે, જેના કારણે ગ્રાહકોના અંગૂઠાની નિશાન લેવામાં તકલીફ પડે છે, અને તેનાથી દુકાનદારો તેમજ ગ્રાહકો બંને પરેશાન થાય છે.

'ઘરડા લોકોની ફિંગરપ્રિન્ટ આવતી નથી' અન્ય દુકાનદાર તુષાર સોનીએ જણાવ્યું હતું કે, ઘરડા લોકોને આંગળીના ટેરવા ઘસાઈ ગયા હોવાથી ફિંગરપ્રિન્ટ આવતા નથી. અને કલાકો સુધી તેઓને હેરાન થવું પડે છે. સર્વર ડાઉન થવાની ફરિયાદો પણ ખૂબ જ આવે છે.

સમસ્યાનો જલ્દી નિકાલ કરવા માગ તેઓ સરકારને વિનંતી કરે છે કે આ સમસ્યાનો જલ્દી નિર્ણય લેવામાં આવે અને તેનો નિકાલ કરવામાં આવે, જેથી દુકાનદાર કે કાર્ડધારક કોઈને પણ હેરાન ન થવું પડે.

Image Gallery