Loading...

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુનો અકસ્માત:ફુલ સ્પીડમાં ટ્રક સ્લીપર બસમાં ઘૂસી, 4નાં મોત, 7 ગંભીર; ખાટુશ્યામજી જતા હતા વલસાડના યાત્રીઓ

અકસ્માતની સ્થિતિ અને કારણ

ફતેહપુર સદર પોલીસ સ્ટેશનના SHO સુરેન્દ્ર દેગડાએ જણાવ્યું હતું કે અકસ્માત મોડીરાત્રે થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, સ્લીપર બસ બિકાનેરથી જયપુર તરફ જઈ રહી હતી, જ્યારે ટ્રક જયપુરથી બિકાનેર તરફ આવી રહી હતી. હાઈવે પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલાં બંને વાહનો વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી.

અકસ્માત પછી ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અને મુસાફરોમાં ભય તથા દહેશતનો માહોલ છવાઈ ગયો. સ્થાનિક લોકોએ તરત જ બચાવ ટુકડી અને પોલીસને જાણ કરી. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા અને ઘાયલોને બહાર કાઢવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા.

બસ-ડ્રાઈવર સહિત 4નાં મોત

અકસ્માતમાં બસના મુસાફર મયંક અને ડ્રાઈવર કમલેશનું મોત થયું. એક મૃતકની ઓળખ થઈ નથી. જ્યારે કંડક્ટર મિતેશને સિકરની એસકે હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં રિફર કરવામાં આવ્યો હતો, જેનું બુધવારે સવારે મોત થયું.

15 ઘાયલને સિકર રીફર કરાયા હતા: અકસ્માતમાં વધુ ઘાયલ થયેલા લોકોમાં અનંત, તુષાર પુત્ર અર્જુન, રાજેશ પુત્ર ઓમપ્રકાશ, પ્રવીણ પુત્ર બાબુભાઈ, રંજના પત્ની સુરેશભાઈ, મુક્તાબેન પુત્રી શૈતાન સિંહ, આશિષ પુત્ર રામલાલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નિલેશ પુત્ર અમિત, સુહાની પુત્રી અમિત, કરમલબેન, જમવંત પુત્ર ઉદારામ, સુદાબેન પુત્રી ઉત્તમ, અર્જુન પુત્ર ઉકલભાઈ, અમિત પુત્ર રમણલાલ, શીલાબેન પત્ની મહેશભાઈને પણ સિકર રીફર કરવામાં આવ્યાં હતાં.

13 ઘાયલ ફતેહપુરમાં દાખલ: અકસ્માતમાં 13 લોકોને સામાન્ય ઈજા થઈ છે. તેમાં મહેશભાઈ, ગંગાબેન પત્ની ગોવિંદભાઈ, કંચન, સાકેત પાલ, લાડુ પુત્ર વિષ્ણુ, રમીલા, રણજીત, અર્જુન, સંગીતા, પરિતેશ, અતુલ, ઈન્દુબેન પત્ની જીવનભાઈ અને એક અન્યનો સમાવેશ થાય છે.

અચાનક જોરદાર ઝટકો લાગ્યો, લોકો બસના કોરિડોરમાં પડી ગયા બસમાં સવાર શિલાબેન બે નંબરની સીટ પર હતાં. તેમના નાકમાં ફ્રેક્ચર થયું છે. તેમણે જણાવ્યું હતું કે અમે ખાટુશ્યામજી જઈ રહ્યા હતા. મોટા ભાગના મુસાફરો સૂઈ ગયા હતા. હું મારા દીકરા સાથે હતી.

Image Gallery