Loading...

હાઇકોર્ટ સહિત સુરત, અમદાવાદ અને ભરૂચની કોર્ટને ઉડાવી દેવાની ધમકી:પરિસરમાં પ્રવેશબંધ, ક્રાઈમ બ્રાન્ચ, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા તપાસ

કોર્ટ પરિસરમાં પોલીસ છાવણીમાં ફેરવાયું મેઈલની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવી હતી. જજ સાહેબે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના તુરંત જ પોલીસ વિભાગને મેઈલ વિશે વાકેફ કરવા અને કડક સુરક્ષા તપાસ હાથ ધરવા માટે આદેશ આપ્યા હતા. જજ સાહેબના આદેશ બાદ કોર્ટ પરિસરમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટ્રેક કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ પોલીસને જાણ થતા જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસોજી (SOG)ની ટીમો તાત્કાલિક સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરે પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટ્રેક કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય.

'સમય ગુમાવ્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરી' સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે, કોર્ટના સ્ટાફે એ મેઈલ સવારમાં જ જોયો, વહેલી સવારે જેવો મળ્યો એટલે તરત જ. ઈમિડિએટ એમણે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે પણ કોઈપણ પ્રકારનો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરી. અને અત્યારે પોલીસ તરફથી કોર્ટ બિલ્ડિંગમાં સઘન ચેકિંગનું અભિયાન ચાલુ છે. બોમ્બ સ્ક્વોડવાળા પણ આવી ગયા છે અને એ લોકો પણ ચેકિંગ કરી રહ્યા છે.

કોર્ટ પરિસરમાં તપાસની કાર્યવાહી ચાલુ હોવાથી સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને વકીલ મંડળ દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી છે. કોર્ટની બહાર ઉભેલા કોર્ટ સ્ટાફના કર્મચારીઓ અને વકીલોને હાલ તુરંત પરત જવા માટે જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી કોર્ટની અંદર તપાસની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે, જેથી તપાસમાં કોઈ અવરોધ ન આવે અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાય.કોર્ટ પરિસરમાં તપાસની કાર્યવાહી ચાલુ હોવાથી સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને વકીલ મંડળ દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી છે. કોર્ટની બહાર ઉભેલા કોર્ટ સ્ટાફના કર્મચારીઓ અને વકીલોને હાલ તુરંત પરત જવા માટે જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી કોર્ટની અંદર તપાસની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે, જેથી તપાસમાં કોઈ અવરોધ ન આવે અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાય.

ગઈકાલે 5 જાન્યુઆરીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી ઇન્કમટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. અજાણ્યા શખ્સે ઇ-મેલ મારફતે કોર્ટના આઈડી પર મેલ કરીને ઉડાવવાની ધમકી આપી હતી. ધમકી મળતા કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી. આ ઇ-મેલ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ નવરંગપુરા પોલીસે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે કોર્ટમાં તપાસ કરી હતી.

Image Gallery