ગાંધીનગરમાં ત્રણ સ્થળોએ ITના દરોડા:ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ઘર-ઓફિસે વહેલી પરોઢિયે ટીમ ત્રાટકી, સર્ચ ઓપરેશન શરૂ
ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરા ગાંધીનગર સેકટર 26 કિસાનનગર ખાતે રહે છે. આજે વહેલી પરોઢિયે ઇન્કમ ટેક્સના અધિકારીઓની પાંચ ગાડીઓ સાથેની ટીમે તેમના ઘરે દરોડો પાડતા ચકચાર મચી ગઈ છે. આ સિવાય આઇટીની ટીમે સંજય ગજેરાની સેકટર 11 મેઘ મલ્હાર કોમ્પલેક્સ ખાતે આવેલી ઓફિસ તેમજ ડ્રાઈવરના ગ્રીન સિટીના મકાને પણ દરોડો પાડ્યો છે.
હાલમાં સંજય ગજેરાના ઘરે આઇટીની ટીમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાઓની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત બે-ચાર પાડોશીને પણ પંચ તરીકે બોલવામાં આવ્યા છે. સવારથી સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત સાથે આઇટી ટીમ ત્રાટકતા સ્થાનિકોમાં પણ કુતૂહલ સર્જાયું છે.
ટેક્સી પાસિંગની ઇનોવા ગાડી સહિત સરકારી વાહનોમાં આઇટીની ટીમ ત્રાટકી છે. જે પૈકી એક ટીમ હથિયારધારી પોલીસ જવાન સાથે ઘરમાં સર્ચ કરી રહી છે. જ્યારે અન્ય ટીમો મેધ મલ્હાર ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીનિસિટી ઘરે ત્રાટકી છે.
સંજય ગજેરાના ડ્રાઈવર રોનકસિંહના મોબાઇલમાંથી કેટલાક મહત્વના પુરાવા મળ્યા આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, આ પાર્ટીના મૂળ સ્થાપક વિઠ્ઠલ ગજેરા છે. જેઓનું કોરોના દરમિયાન અવસાન થતાં પાર્ટીનું સમગ્ર સંચાલન સંજય ગજેરાના હાથમાં આવ્યું હતું. જે બાદ સંજય ગજેરાએ આખું નેટવર્ક ઊભું કર્યું હતું. એક સમયે સંજય ગજેરાને ફ્રન્ટી ગાડી લેવાના પણ ફાંફા હતા. ત્યારે આ વર્ષે જ તેની પાસે MG gloster ગાડી અને હાર્લી ડેવીશન બાઇક પણ છે. જેના ડ્રાઈવર રોનકસિંહના મોબાઇલમાંથી કેટલાક મહત્વના પુરાવા આઇટીને હાથ લાગ્યા છે.
દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ એડીઆરના રિપોર્ટ મુજબ, 2019-20થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક 2316 કરોડ છે. જ્યારે એક વર્ષની આવક 1158 કરોડ છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ છે, તેમની કુલ આવક તમામ આવા પક્ષોની આવકના 70% છે.ગુજરાતમાં આવા 95 પક્ષો છે, તેમાંથી 36એ વાર્ષિક રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કર્યો છે. રિપોર્ટમા જણાવાયું છે કે ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અટકાવવા માટે આવા પક્ષોનું નિયમન જરૂરી છે.
બિહાર-હરિયાણાના 2-2 અને દિલ્હીના 1 પક્ષનો પણ સમાવેશ પક્ષો દ્વારા મોટા ભાગના રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ તેમના કોઇ ઉમેદવાર જીત્યા નથી. બિહાર, હરિયાણાની 2-2 પક્ષોની આવક 300 કરોડ 2019-20થી 2023-24 દરમિયાન સૌથી વધુ આવક ધરાવતા ટોપ-10 રજીસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પક્ષોમાં ગુજરાતના ઉપરોક્ત પાંચ ઉપરાંત બિહાર-હરિયાણાના 2-2 અને દિલ્હીના 1 પક્ષ સામેલ છે. બિહારના આમ જનમત પક્ષ 220 કરોડ, પ્રબળ ભારત પક્ષ 104 કરોડ, હરિયાણામાં રાષ્ટ્રીય વિકાસ પક્ષ 208 કરોડ, જન સેવક ક્રાંતિ પક્ષ 100 કરોડ અને દિલ્હીમાં પબ્લિક પોલિટિકલ પાર્ટીની આવક 66 કરોડ છે.
|
ગુજરાતના ભારતીય નેશનલ જનતા દળની કમાણી સૌથી વધુ! |
||
| પક્ષ | આવક | ચૂંટણીમાં પ્રદર્શન |
|
ભારતીય નેશનલ જનતા દલ |
957 કરોડ |
લોકસભા 2024, વિ’સભા 2022માં કુલ 8 ઉમેદવારને 11496 મત મળ્યા |
|
ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી |
608 કરોડ |
છેલ્લી લોકસભા, વિ’સભા ચૂંટણીમાં કુલ 4 ઉમેદવારને 9,029 મત |
|
સત્યવાદી રક્ષક પાર્ટી |
416 કરોડ |
છેલ્લી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કુલ 2 ઉમેદવારને 1042 મત |
|
સૌરાષ્ટ્ર જનતા પક્ષ |
200 કરોડ |
વિધાનસભા 2022માં એક ઉમેદવારને માત્ર 140 મત મળ્યા હતા |
| જન મન પાર્ટી | 134 કરોડ |
વિધાનસભા 2022માં 2 ઉમેદવારને કુલ 480 મત મળ્યા હતા |
|
(આવક ADR અને મળેલા મત ચૂંટણી પંચના રિપોર્ટના આધારે. 2019-20થી 2023-24 દરમિયાન પક્ષોની થયેલી કુલ આવક. ન્યૂ ઇન્ડિયાએ 2019-22નો હિસાબ નથી આપ્યો, સૌરાષ્ટ જનતાએ 2019-21ની આવક શૂન્ય દર્શાવી, જન મન 2021, સત્યવાદી 2022માં રજીસ્ટર્ડ થઇ) 2022થી 2024માં આવા 3260 પક્ષોને 10 હજાર કરોડનું દાન!
|
||
