Loading...

મોદી-ફ્રેડરિક મર્ઝે ભારત-જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો:ખુલ્લી જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળ્યો, રિવરફ્રન્ટ જોયો, ગાંધી આશ્રમમાં હૃદયકુંજની મુલાકાત લીધી

પતંગ મહોત્સવમાં મોદી-ફ્રેડરિક મર્ઝે ખુલ્લી જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળી ભારત-જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો હતો. અહીં તેમણે રિવરફ્રન્ટ પણ જોયો હતો. હાલમાં બંને નેતા ગાંધીનગર મહાત્મા મંદિર જવા રવાના થયા છે, ત્યાં બપોરે 12 વાગ્યે PM મોદી અને જર્મન ચાન્સેલરની બેઠક યોજાશે.

ઉલ્લેખનીય છે કે બંને નેતા જ્યારે અમદાવાદની મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં હવા પ્રદુષણ ગંભીર સ્થિતિમાં છે અને AQI 233 સુધી પહોંચ્યો છે.

ગઈકાલે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ભારત મુલાકાત માટે સીધા અમદાવાદ પહોંચ્યા હતા. ITC નર્મદા હોટલમાં ફ્રેડરિક મર્ઝનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું