સાન ફ્રાન્સિસ્કોમાં ગેસ વિસ્ફોટ, 6 લોકો ઘાયલ:રસ્તાના સમારકામ દરમિયાન મશીન દ્વારા હાઈ-પ્રેશર ગેસ પાઇપલાઇન તૂટવાથી અકસ્માત; ઘણા ઘર તબાહ
સ્થાનિકોએ કહ્યું- ધમાકો એટલો જોરદાર હતો કે લાગ્યું બોમ્બ ફાટ્યો
પડોશમાં રહેતી બ્રિટની માલ્ડોનાડોએ જણાવ્યું, “અમે ઘરમાં બેઠા હતા, અચાનક બધું જોરથી હલવા લાગ્યું, સામાન પડવા લાગ્યો, લાગ્યું કે કોઈ બોમ્બ ફાટ્યો હોય અથવા કોઈ ગાડી સીધી અમારા લિવિંગ રૂમમાં ઘૂસી આવી હોય.”
ઘાયલોમાંથી ત્રણને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, બાકીના ત્રણને સામાન્ય ઈજાઓ થઈ. આ ઘાયલ મજૂરો હતા કે સ્થાનિક રહેવાસીઓ, તેની હજુ પુષ્ટિ થઈ નથી.
પરિવહન સુરક્ષા બોર્ડે ટીમ મોકલી , વિસ્ફોટની તપાસ ચાલુ
આગ પર કાબૂ મેળવવા માટે લગભગ 75 ફાયર ફાઈટરો પહોંચ્યા, પરંતુ વીજળીના તાર પડવાથી તેમને પણ આંચકા લાગ્યા અને થોડા સમય માટે પાછળ હટવું પડ્યું. હાલમાં ત્રણ એલાર્મની આગ ઓલવી દેવામાં આવી છે, પરંતુ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ તપાસ ટીમ મોકલી છે જેથી એ જાણી શકાય કે પાઇપ તૂટ્યા પછી પણ ગેસ કેમ રોકી શકાયો નહીં અને વિસ્ફોટ કેવી રીતે થયો.
કંપનીએ કહ્યું છે કે તે સંપૂર્ણ તપાસમાં સહયોગ કરી રહી છે. આસપાસના લોકો હજુ પણ આઘાતમાં છે અને ઘણા ઘરોને નુકસાન થવાની આશંકા છે.
