Loading...

ગુજરાત ATSએ ગોવા-દમણથી બે જાસૂસની ધરપકડ કરી:બંને પાકિસ્તાનના સંપર્કમાં હતાં, એક આર્મીમાં સુબેદાર હતો; 4 મહિનામાં 7 લોકો દેશવિરોધી પ્રવૃત્તિ કરતાં ઝડપાયાં

ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ છેલ્લા 4 મહિનામાં 7 લોકોને દેશવિરોધી પ્રવૃત્તિ કરતાં ઝડપી લીધા છે, જેમાં 7 નવેમ્બર, 2025એ અમદાવાદની રેકી કરનાર 3 આતંકવાદી આઝાદ શેખ, ડૉ. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ જીલાની અને મોહમ્મદ સુહેલ તથા 4 મહિના પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતની અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું.

બંને પાકિસ્તાનના સંપર્કમાં હતા. એ.કે સિંહ આર્મીમાં સુબેદાર હતો આરોપી એ.કે. સિંહ આર્મીમાં સુબેદાર હતો. એ.કે. સિંહ પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરતો હતો.

ગુજરાત ATSએ 3 આતંકવાદીને પકડ્યા

7 નવેમ્બર, 2025ને શુક્રવારે સવારે ગુજરાત ATS પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખસ ગુજરાત આવ્યો છે. એના પછી ATSની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને તેની મૂવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઇ ખાસ સફળતા ન મળી, પણ રાત્રે 9 વાગ્યા આસપાસ અહેમદ મોહ્યુદ્દીનની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી, જેથી ATSની ટીમે તેને ઝડપી લેવાનો પ્લાન બનાવ્યો હતો.

દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે ચાલતી કારમાં વિસ્ફોટ, 9નાં મોત

10 નવેમ્બર, 2025એ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે 6:52 વાગ્યે એક ચાલતી કારમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકનાં વાહનોનાં ચીંથરાં ઊડી ગયાં. વિસ્ફોટમાં 11 લોકોનાં મોત થયાંના અહેવાલ હતા, પરંતુ ઘટનાના ત્રણ કલાક પછી ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે 8 લોકોનાં મોત થયાં છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે 9 લોકોનાં મોત થયાં છે.

4 મહિના પહેલાં ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીં, તેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી હતી.

Image Gallery