Loading...

કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો:હત્યારાએ પગ બાંધી બે ફૂટની ટ્રોલીબેગમાં બેવડું વાળી ભરી, હાથ પરના ટેટૂથી તપાસ શરૂ

સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી કોસંબા PI ડી. આઇ. ખાચરે જણાવ્યું હતું કે, પબ્લિક દ્વારા અમને મેસેજ મળેલા કે એક બેગમાં કોઈ ડેડબોડી પડી હોય એવું લાગે છે, જેથી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઇ હતી, જ્યાંથી અંદાજિત 25 વર્ષની એક અજાણી મહિલાની ડેડબોડી મળી છે.

મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન PI ખાચરે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ હત્યારાએ મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. હજી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે.

હત્યારાએ પગ બાંધી બે ફૂટની ટ્રોલીબેગમાં બેવડું વાળી ભરી તેમણે વધુમાં કહ્યું કે, બોડીના કટકા નથી કર્યા, પણ કપડાં દ્વારા લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી. કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.

હાથ પરના ટેટૂથી તપાસ શરૂ પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે. મહિલાના હાથ પર ટેટૂ પણ દોરાયેલાં છે, જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસકાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે.

પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

Image Gallery