Loading...

ઈરાની સુપ્રીમ લીડર ખોમેનીએ કહ્યું- યુદ્ધ શરૂ

ઈરાને ઈઝરાયલ સામે સત્તાવાર રીતે યુદ્ધની ઘોષણા કરી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ બુધવારે X પર લખ્યું - હૈદરના નામે યુદ્ધ શરૂ થાય છે. અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપીશું. અમે તેમના પર કોઈ દયા નહીં બતાવીએ. આ પછી, ઈરાન તરફથી ઈઝરાયલ પર 25 મિસાઈલ છોડવામાં આવી.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 5 દિવસથી હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે, હવે ખામેનીની પોસ્ટને યુદ્ધની સત્તાવાર ઘોષણા માનવામાં આવી રહી છે. એટલે કે હવે તેને સંઘર્ષને બદલે યુદ્ધ કહેવામાં આવશે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા પણ ટૂંક સમયમાં તેમાં સામેલ થઈ શકે છે.

કેનેડાથી પરત ફર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક યોજી હતી. આ પછી, અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધુ ફાઇટર જેટ મોકલવાનો નિર્ણય લીધો.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અત્યાર સુધીમાં 224 ઈરાનીઓ માર્યા ગયા છે, જ્યારે 1,277 ઘાયલ થયા છે. આ દરમિયાન, ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જ્યારે 600 થી વધુ ઘાયલ થયા છે.


Image Gallery