નહેરમાં ફેંકેલી દીકરી 68 દિવસ પછી જીવતી મળી:ફિરોઝપુરમાં પિતાએ બંને હાથ બાંધીને ફેંકી, વીડિયો બનાવી કહ્યું હતું- મારીને દૂર કરી દીધી; જાણો કેવી રીતે જીવ બચાવ્યો
છોકરીએ પોતાની જીવતા બહાર નીકળવાની કહાની જણાવી
- ધક્કો મારતા જ તે ડૂબી ગઈ, અંદર પાણીમાં ચૂંદડીમાંથી હાથ છૂટ્યા: છોકરીએ જણાવ્યું કે જેવો તેના પિતાએ તેને નહેરમાં ધક્કો માર્યો તો તે ડૂબી ગઈ. તેણે બચવા માટે પગ હલાવ્યા. જેવી તે ઉપર આવી તો તેને શ્વાસ લેવાનો સમય મળ્યો. આ પછી તે ફરી ડૂબી ગઈ. હાથ ખોલવાનો પ્રયાસ કર્યો જેનાથી એક હાથ ચૂંદડીમાંથી છૂટી ગયો. આ દરમિયાન તેનું માથું નહેરની અંદર એક સળિયા સાથે અથડાયું. આથી તેણે જોરથી સળિયો પકડી લીધો.
- અડધા કલાક સુધી સળિયો પકડીને ઝઝૂમતી રહી: છોકરીએ જણાવ્યું કે સળિયો પકડ્યા પછી પણ તે ગભરાયેલી હતી. તેને સમજાતું ન હતું કે શું કરું. રાતનો સમય હતો. નહેરમાંથી કેવી રીતે બહાર નીકળવું. તે અડધા કલાક સુધી નહેરમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરતી રહી. કોઈક રીતે તે સળિયા પર પગ ટેકવવામાં સફળ રહી. આ પછી તે નહેરમાંથી બહાર નીકળી શકી.
- બહાર નીકળીને ભીના કપડામાં અડધો કિલોમીટર ચાલી: છોકરીએ જણાવ્યું કે ભીના કપડામાં તે નહેરની પાળીના કિનારે-કિનારે ચાલતી રહી અને અડધો કિલોમીટર દૂર રસ્તા પર કોઈ સ્કૂટીવાળી મહિલા પાસેથી લિફ્ટ લીધી. તેના કપડા ભીના હતા અને તેને ઠંડી લાગી રહી હતી. આથી તેણે મહિલા પાસેથી તેની શાલ માગી અને તેને ઓઢીને ઠંડીથી બચી. મહિલાના ફોનથી જ તેણે પોતાના ઓળખીતાને ફોન કર્યો.
- પિતાનો નહીં, ધક્કો મરાવવામાં માતાનો વાંક: નહેરમાંથી જીવતી બચેલી છોકરીએ આરોપ લગાવ્યો કે ધક્કો મારવામાં તેના પિતાનો નહીં પરંતુ માતાનો હાથ વધુ હતો. પિતાનો ડોક્ટર પાસે ઇલાજ ચાલી રહ્યો હતો. પિતાએ દારૂ પીધો હતો અને દવા પણ ખાધી હતી. આથી તે નશામાં હતા. માતાએ પિતાને મારા વિરુદ્ધ ઉશ્કેર્યા. જેના કારણે પિતાએ ગુસ્સામાં આવીને મને ધક્કો મારી દીધો, પરંતુ જ્યારે મેં વાઇરલ વીડિયો જોયો તો ખબર પડી કે ત્યાં મારી માતા મારા માટે રડી રહી છે, પરંતુ આ સચ્ચાઈ નથી.
- બહેનોનું ભવિષ્ય જોઈને સામે આવવું પડ્યું: નહેરમાંથી બચીને નીકળેલી છોકરીએ જણાવ્યું કે તેની બીજી 3 બહેનો છે. તેઓ કેવી રીતે મોટી થશે અને કેવી રીતે ભણશે. તેમનું ભવિષ્ય જોઈને હું સામે આવી છું. પિતાને પણ જેલ થઈ તેનો મને દુઃખ છે. મારા પિતા જેલમાંથી બહાર આવી જાય, તે માટે હું કોર્ટમાં જઈશ. પિતા જ ઘરમાં કમાવનાર છે. મા ત્રણ બહેનોને કેવી રીતે પાળશે, આ બધું વિચાર્યા પછી જ મેં બધાની સામે આવવાનો નિર્ણય લીધો. 3 મહિનામાં ક્યાં રહી, કોની પાસે રહી, તે હું જણાવવા માગતી નથી.
પિતા દીકરીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો 30 સપ્ટેમ્બરે ફિરોઝપુરથી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં દેખાઈ રહ્યું હતું કે માતાની હાજરીમાં જ પિતા દીકરીના બંને હાથ બાંધીને નહેરમાં ફેંકી દે છે. તે 17 વર્ષની દીકરીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. પડોશીઓનું પણ કહેવું હતું કે પિતા દીકરીઓને લઈને ખૂબ જ કડક હતો. ઘટનાની જાણ મૃતકના ફોઈએ પોલીસને કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ કહ્યું કે તેણે દીકરીને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેની વાતો પર ધ્યાન આપી રહી ન હતી તો તેણે તેને મારી નાખી.
દીકરીને નહેરમાં ફેંકવાના VIDEOમાં શું દેખાયું હતું
- બાપે પૂછ્યું- પ્રેમમાં શું કમી રહી ગઈ હતી: વીડિયોમાં આરોપી દીકરીને પૂછે છે- ‘પ્રેમમાં શું કમી રહી ગઈ હતી?’ દીકરી જવાબ આપે છે- ‘કંઈ નહીં.’ આ પછી આરોપી કહે છે- ‘તો પછી…’ આ પછી દીકરીનો હાથ પકડીને તેને નહેર પાસે લઈ જાય છે. પત્ની રોકવાની કોશિશ કરે છે અને રડતા રડતા દીકરીને કહે છે- ‘રોકાઈ જા.’ પરંતુ આરોપી દીકરીને જોરથી ધક્કો મારીને નહેરમાં ફેંકી દે છે.
- રડતા રડતા મા બોલી- હું પણ જઈ રહી છું: દીકરી પાણીમાં ડૂબે છે અને મા ચીસો પાડી પાડીને તેને અવાજો આપે છે. મા કહે છે- ‘હું પણ જઈ રહી છું *(દીકરીનું નામ) સાથે.’ પરંતુ આરોપી નિર્દયતાથી ઠંડા અવાજે જવાબ આપે છે- ‘કેમ, બાકીની દીકરીઓને કોણ સંભાળશે?’ દીકરીને ડૂબતી જોઈને તે ‘બાય-બાય’ પણ કહે છે.
- 3 વાર મારું મોઢું કાળું કર્યું, સમજાવ્યું પણ હતું: આરોપી કહે છે- ‘મેં તેને ઘણી વાર સમજાવ્યું હતું, તેણે ત્રણ વાર મારું મોઢું કાળું કર્યું. આજે ફેંકી દીધી.’ આટલું કહ્યા પછી તે ઠંડા કલેજે કેમેરા તરફ જોઈને કહે છે- ‘સુટ્ટી હતી, મારીને દૂર કરી. ચાલો હવે, સવારે આ વીડિયો શેર કરીશું.’
- SSP બોલ્યા- છોકરી સંબંધી પાસે છે, હજી પોલીસ પાસે નથી આવી ફિરોઝપુરના SSP ભૂપિંદર સિંહે કહ્યું કે છોકરી હજુ સુધી પોલીસ સમક્ષ હાજર થઈ નથી. તે તેના કોઈ સંબંધી પાસે છે. હાલ તે ડરી ગઈ છે. જે મીડિયાકર્મી સાથે તેણે સંપર્ક કર્યો હતો, તેની સાથે વાત થઈ છે. છોકરી પોલીસ પાસે આવવા માગે છે, પરંતુ હજુ આવી નથી. જેવી છોકરી આવશે, આ કેસમાં તેના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
