Loading...

માથું ધડથી અલગ, શરીરના ટુકડેટુકડા; પાટડીનાં ખૌફનાક દૃશ્યો:નોકરીના પ્રથમ દિવસે જ બે ભાઈની જિંદગીનો અંત; રોડ પર પડેલી 3 લાશે ધ્રુજાવી દીધા

બે સગા ભાઇઓને આજે નોકરીનો પ્રથમ દિવસ હતો આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના એરવાડા ગામનો સંજય ભાથીભાઈ ઠાકોર નામનો યુવક બેચરાજી કંપનીમાં કામ કરવા રોજ જતો હતો, જેણે પોતાના જ ગામના ટીનાભાઇ નરશીભાઈ દેવીપૂજક અને એના નાના ભાઈ મયુર નરશીભાઈ દેવીપૂજકને દિવસના 400 રુપિયા લેખે નોકરી પર લગાડ્યા હતા. બંને ભાઇઓનો નોકરીનો આજે પ્રથમ દિવસ હતો.

ત્રણેય યુવકો રોડ પર પટકાતાં શરીરના છૂંદા નીકળી ગયા બે ભાઇ સહિત ત્રણેય યુવકો આજે વહેલી સવારે એરવાડાથી બેચરાજી ખાતે નોકરી પર જવા નીકળ્યા હતા. આ દરમિયાન નાવીયાણી ગામ પાસે એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક ફંગોળાઇ ગયું હતું. ત્રણેય યુવકો રોડ પર પટકાતા માથુ ધડથી અલગ થઇ ગયુ હતું અને શરીરના છૂંદા નીકળી ગયા હતા. મળતી માહિતી મુજબ બંને ભાઇઓ અત્યાર સુધી જૂના કપડા લે-વેચનું કામ કરતા હતા અને આજે એમની નોકરીનો પ્રથમ દિવસ હતો.

સ્થાનિકોએ જાણ કરતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અકસ્માતની જાણ થતાં હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકો અને હાઇવે પર ભેગા થયેલા લોકોએ પોલીસ અને 108ને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેલરે બાઇકને ટક્કર મારી હોવાનું અનુમાન: PI આ અંગે દસાડાના પીઆઇ વી.જે. માલવિયાએ જણાવ્યું કે, દસાડા પાસેના નાવીયાણી પાસે સર્જાયેલા અકસ્માતમાં એક જ બાઇકમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. લોકોના કહેવા પ્રમાણે કોઈ અજાણ્યા ટ્રેલરે બાઇકને ટક્કર મારી હતી. બાઇકમાં સવાર ત્રણેય લોકો એરવાડા ગામના હોવાનું સામે આવ્યું છે.

'હાલ સીસીટીવીના આધારે તપાસ ચાલુ છે' પીઆઇ વી.જે. માલવિયાએ વધુમાં જણાવ્યું કે, હાલ તો ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કયા વાહનની અડફેટે અકસ્માત સર્જાયો એ માટે આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ છે.

ખાટુશ્યામજીનાં દર્શન પહેલાં જ પોલીસકર્મી સહિત 4 જિંદગીનાં મોત

વલસાડ તાલુકાના ફલધરા ગામના 18 ‎યાત્રાળુઓ સાથે જિલ્લાના 50 જેટલા યાત્રાળુઓને લઇ 2 ડિસેમ્બરના રોજ અક્ષરયાન નામની લક્ઝરી બસ બીલીમોરાથી‎ વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળેલી હતી, જે લકઝરી‎ બસ યાત્રાળુઓને દર્શન કરાવી ‎ખાટુશ્યામજી મંદિરે દર્શનાર્થીઓને લઇને ‎નીકળી હતી. ત્યારે મંગળવારે રાત્રે રાજસ્થાનના બિકાનેર ‎હાઇવેથી ખાટુશ્યામ જઈ રહ્યા હતા ત્યારે‎ સિકર પાસે એક ટ્રક અને બસ ‎વચ્ચે અકસ્માત સર્જાતા ‎પ્રવાસીઓની ચિચિયારીઓથી અફરાતફરી‎મચી ગઇ હતી.

બસના કેબિનના‎ ભાગનો કચરણઘાણ વળી ગયો આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસના કેબિનના‎ ભાગનું કચરણઘાણ નીકળી ગયું હતું. આ‎ ઘટનામાં ડ્રાઇવર સહિત 4 જણાના મોત‎ થયા હતા, જેમાં ફ્લધરાના રહીશ અને ‎વલસાડમાં વેન નં.101માં બગવાડા ડુંગરી‎ વચ્ચે પેટ્રોલિંગની ફરજ બજાવતાં પોલીસ‎કર્મી મયંક પટેલનું પણ મોત નીપજતાં ગામમાં શોકની‎લાગણી ફેલાઇ ગઇ છે. જોકે, બે મૃતકની હજી ઓળખ નથી થઇ. આ અકસ્માતમાં‎ કુલ 28 મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે સાત યાત્રાળુઓને ગંભીર ઇજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું છે

ભચાઉ પાસે ટ્રકે ટક્કર મારતાં ટેમ્પો પલટ્યો, બેનાં મોત

આઠેક દિવસ અગાઉ એટલે કે, 03 ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લાના ભચાઉમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ભચાઉના નવી મોટી ચિરઇ ગામ નજીક આવેલી બુંગી કંપનીમાં કામ કરતા 15થી 17 જેટલા શ્રમિકો નાઇટ શિફ્ટ પુરી કરીને ટેમ્પોમાં બેસીને નજીકના પડામાં આવેલી મજૂર વસાહત તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન સિમેન્ટના પાઇપ ભરેલા ટ્રકે પાછળથી ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હતો. ટ્રકની ટક્કરથી ટેમ્પો પલટી જતા બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.