ભાઈ લટકતો હતો, ભાભી લોહીથી લથપથ જમીન પર હતી:નાના ભાઈએ મોબાઈલની ફ્લેશ લાઇટ મારતા લોહી-પગ દેખાયા; અમદાવાદમાં પત્નીની હત્યા કરી પતિએ ગળાફાંસો ખાધો
નાનો ભાઈ રાહુલ જ્યારે નોકરી પૂરી કરીને ઘરે આવ્યો ત્યારે તેને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે તેણે ભાઈ-ભાભીની લાશ ઘરે જોવી પડશે. રાહુલ ઘરના દરવાજા ખખડાવ્યા, પરંતુ કોઈએ ખોલ્યા નહીં, જેથી તેણે બારીને થોડી ખુલ્લી કરી જોયું તો ઘરમાં અંધારું હોવાથી કશું જ દેખાયું નહીં. રાહુલે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી જોતા જ ભોયતળિયે લોહી અને કોઈના પગ દેખાયા હતા.
રાહુલ ઠાકોરે મેહુલ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ કરી બાપુનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રાહુલ રમેશજી ઠાકોરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં મેહુલ રમેશજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ કરી છે. રાહુલ મૂળ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા ભીલાચલ ગામનો રહેવાસી છે. તે છેલ્લાં અઢી વર્ષથી મોટા ભાઈ મેહુલ અને ભાભી નીતા સાથે રહે છે અને નિકોલ ખાતે આવેલા મુક્તિધામ એસ્ટેટ પાસે એક કરિયાણાની દુકાનમાં નોકરી કરે છે. રાહુલના પિતા રમેશજી વર્ષ 2023માં અવસાન પામ્યા છે, જ્યારે તેની માતા ચંદાબેન પોતાના વતનમાં રહે છે. રાહુલનો ભાઈ પણ નોકરી કરે છે જ્યારે તેની પત્ની નીતા પાડોશમાં કચરા-પોતાંનું કામ કરે છે. મેહુલે ચાર વર્ષ પહેલાં નીતા સાથે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
રાહુલે દરવાજો ખખડાવ્યો, પણ કોઈએ ખોલ્યો નહીં ગઈકાલે સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ રાહુલ નોકરી પર ગયો હતો અને બપોરે એક વાગ્યે ઘરે જમવા માટે આવ્યો હતો. ઘરે કોઈ હાજર નહીં હોવાથી રાહુલ જમીને આરામ કરી રહ્યા હતો. આરામ કર્યા બાદ રાહુલ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ નોકરી પર જવા માટે નીકળી ગયો હતો. રાતે સાડાનવ વાગ્યાની આસપાસ તે ઘરે આવ્યો ત્યારે દરવાજો બંધ હતો અને બારી પણ બંધ હતી. રાહુલે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં.
રાહુલની બૂમો સાંભળીને પણ બન્નેમાંથી કોઈએ દરવાજો ખોલ્યો નહીં રાહુલે તરત જ તેના ભાઈ મેહુલ અને ભાભી નીતાને ફોન કર્યો હતો, પરંતુ બન્નેમાંથી કોઈએ ફોન ઉપાડ્યો નહીં, જેથી તેને શંકા ગઈ હતી. રાહુલ સીડી વાટે ધાબા પર ગયો હતો અને ત્યાર બાદ કૂદકો મારીને ઘરની પાછળના ભાગે ગયો હતો અને જોરજોરથી દરવાજો ખખડાવવા લાગ્યો હતો અને બૂમો પણ પાડી હતી. રાહુલની બૂમો સાંભળીને પણ બન્નેમાંથી કોઈએ દરવાજો ખોલ્યો નહીં.
મેહુલ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો, ભાભી નીતા લોહીથી લથબથ હાલતમાં જમીન પર હતી રાહુલને શંકા જતાં તેણે પોતાના સંબંધીઓને ફોન કરીને બોલાવી લીધા હતા. સંબંધીઓએ દરવાજો ખોલીને જોયું તો તમામના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મેહુલ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો, જ્યારે તેની ભાભી નીતા લોહીથી લથબથ હાલતમાં જમીન પર હતી. રાહુલે બૂમાબૂમ કરીને મકાનમાલિક સહિતના લોકોને બોલાવી લીધા હતા. મકાનમાલિકે તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી, જેથી તેઓ પણ ઘટનાસ્થળે આવી ગયા હતા. એમ્બ્યુલન્સના કર્મચારીઓએ મેહુલ અને નીતાને મૃત જાહેર કર્યાં હતાં.
મેહુલે પહેલા નીતાની હત્યા કરી, બાદમાં જીવન ટૂંકાવી દીધું સ્થાનિક કોઈ વ્યકિતએ તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો, જેથી પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. પોલીસે આ મામલે રાહુલની ફરિયાદ લઈને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, મેહુલે પહેલા નીતાની હત્યા કરી અને બાદમાં પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
મેહુલના હાથમાં તેમજ ગળાના ભાગમાં ઈજાનાં નિશાન મેહુલના હાથમાં તેમજ ગળાના ભાગમાં ઈજાનાં નિશાન હતાં, જેથી પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, મેહુલ અને નીતા વચ્ચે મારમારી પણ થઈ હોઈ શકે છે.
રાહુલે મોબાઈલથી ફ્લેશ લાઈટ મારી ને લોહી અને પગ દેખાયા રાહુલ નોકરી પૂરી કરીને ઘરે આવ્યો હતો ત્યારે તેના સપનામાં પણ ખ્યાલ હતો નહીં કે તેનાં ભાઈ-ભાભીની લાશ ઘરે જોવી પડશે. રાહુલ ઘરના દરવાજા ખખડાવ્યા, પરંતુ કોઈએ ખોલ્યા નહીં, જેથી તેણે બારીને થોડી ખુલ્લી કરી હતી. ઘરમાં અંધારું હોવાથી કશું જ દેખાયું નહીં, જેથી રાહુલે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી હતી. ફ્લેશ લાઈટ શરૂ કરતાંની સાથે જ ભોયતળિયે લોહી અને કોઈના પગ દેખાયા હતા. રાહુલ ગભરાઈ ગયો હતો અને તેણે પોતાના સંબંધી સંજય ઠાકોરને ફોન કરી દીધો હતો.
નીતા જમીન પર લોહીથી લથબથ પડી હતી મેહુલે સાડીથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી એ દૃશ્યો રાહુલે રૂમમાં જતાંની સાથે જ જોયાં હતાં. આ બાદ રાહુલની નજર તેનાં ભાભી નીતા પર ગઈ હતી. નીતા પણ લોહીથી લથબથ હાલતમાં જમીન પર પડી હતી અને તેના ગળા, છાતી અને પાસળીમાં ઈજાનાં નિશાન હતાં. મેહુલે તીક્ષ્ણ હથિયાર વડે નીતા પર હુમલો કર્યો અને બાદમાં પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
સાંજે એવું તો શું બન્યું કે મેહુલે નીતાની હત્યા કરી નાખી મેહુલ નોકરી ગયો હતો, જ્યારે નીતા પણ કામ માટે ગઈ હતી તો બીજી તરફ રાહુલ પણ નોકરી ગયો હતો. સાંજે જ્યારે મેહુલ અને નીતા કામેથી પરત આવ્યાં ત્યારે આ ખૂની ખેલ ખેલાયો હતો. રાત્રે એવું તો શું બની ગયું કે મેહુલને નીતાની હત્યા કરવી પડી અને બાદમાં જાતે પણ પોતાનું જીવન ટૂંકાવી દેવું પડ્યું. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં અત્યારે નીતાની હત્યા અને મેહુલની આત્મહત્યાની ચર્ચા ચાલી રહી છે.
