દારૂ ભરેલી આઇસર પલટી, બોટલો લેવા લોકોની પડાપડી, VIDEO:અમદાવાદના સાણંદમાં અકસ્માત સર્જાયો, 31st પહેલાં દારૂની રેલમછેલ
દારૂનો જથ્થો ક્યાં જતો હતો તેની તપાસ શરૂ અમદાવાદ જીલ્લા સાણંદ પાસે આવેલા મુનિઆશ્રમ પાસે આઈસર એકાએક પલટી મારી ગઈ હતી. જેમાં દારૂની બોટલો ખીચોખીચ ભરી હતી. દારૂ ભરેલી ટ્રક પલટી મારતાની સાથે લોકોનું ટોળુ ભેગુ થઈ ગયુ હતું. જ્યારે પોલીસની ટીમ પણ આવી પહોચી હતી. ટ્રક ડ્રાઈવર ફરાર છે ત્યારે આ દારૂનો જથ્થો કઈ જગ્યાએ જઈ રહ્યો હતો તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે દારૂનો જથ્થાને એક ટેમ્પોમાં ભરીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દારૂનો જથ્થો ક્યા જઈ રહ્યો હતો તે ડ્રાઈવરની ધરપકડ બાદ સામે આવશે.
આઈસર પલટી જતા કેટલાક લોકો દારૂની બોટલો લઈ નીકળી ગયા ટ્રક પલટી ખાઈ જતાની સાથેજ કેટલાક લોકોએ દારૂની બોટલો પણ ચોરીને જતા રહ્યા હતા.અમદાવાદ જીલ્લા પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ ગાડીનો પીછો કરી રહી હતી કે પછી ડ્રાઈવરને ઉતાળવ હોવાથી તે પુરઝડપે વાહન ચાલવતો હતો તે હજુ સુધી સામે આવ્યુ નથી.પરંતુ જે રીતે ટ્રક પલટી મારી ગઈ છે તે જોતા લાગી રહ્યુ છેકે ડ્રાઈવર સ્પીડમાં હતો. આ પહેલા પણ બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં દારૂની હેરફેરનો ભાંડો ફુટ્યો હતો. ફોર્ચ્યુનર કાર પુરઝડપે દારૂ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેનો અકસ્માત થારના ચાલક સાથે થયો હતો. થાર ચાલક સહિત બેના મોત થયા હતા જ્યારે ફોર્ચ્યુનરમાંથી દારૂનો વિશાલ જથ્થો મળી આવ્યો હતો.અમદાવાદના હાઈવે દારૂની હેરફેર માટેના સિલ્ક રૂટ બની ગયા હોય તેવુ લાગી રહ્યુ છે.
