અદાણીની CNG ગેસકીટ ગાડીએ ઉડાવતા યુવકનું ઘટનાસ્થળે જ મોત, CCTV:અમદાવાદના મોદી પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, કેમ્પ હનુમાનથી દર્શન કરી પરત ફરતો હતો
પિતાને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા, ચાલક ફરાર આ ટક્કર વાગતા જ વેદાંત અને વ્રજ એક્ટિવા સાથે પટકાયા હતા જેને કારણે વેદાંતને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે વ્રજને હાથ પર ઇજા હતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા વેદાંતના પિતા મૌલિનભાઈ સ્થળ પર પહોંચ્યા હતા. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અકસ્માત બાદ ગાડી ચાલક ગાડી આગળ મૂકીને ફરાર થઈ ગયો હતો.
13 ડિસેમ્બરે મંદિરે જતા આધેડને બાઇકે ટક્કર મારતા મોત
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પણ 13 ડિસેમ્બરના રોજ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં મંદિર જતા વૃદ્ધને અજાણ્યા બાઈકચાલકે ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ વૃદ્ધ રોડ પર ઢળી પડ્યાં હતાં. જે બાદ તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ગંભીર ઇજાના કારણે તેઓનું મોત નીપજ્યું હતું.
1 ડિસેમ્બરની મોડીરાત્રે GMDC ગ્રાઉન્ડ પાસે BMW બાઇકચાલક રેલિંગ સાથે ટકરાતા મોત થયું હતું
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પાસેથી BMW બાઈક લઈને પૂરઝડપે જતો ઇન્ટીરિયર-ડિઝાઇનર યુવક રેલિંગ સાથે ટકરાયો હતો. આ અકસ્માતમાં યુવકનો એક હાથ શરીરથી અલગ પડી ગયો હતો અને સ્થળે જ તેનું મોત થયું હતું. પોલીસની તપાસમાં યુવકના અકસ્માત અગાઉના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તે લાલ કલરના સ્વેટરમાં અંધજનમંડળ પાસે સિગ્નલ બંધ હોવા છતાં પૂરઝડપે BMW બાઇક ચલાવી જઈ રહ્યો છે. મૃતક પાર્થની સાથે બે અન્ય વાહનચાલક પણ સિગ્નલ તોડતા જોવા મળી રહ્યા છે. કદાચ પાર્થે ટ્રાફિક સિગ્નલ ન તોડ્યું હોત તો આગળ જતાં કદાચ અકસ્માત ટળી શક્યો હોત અને જીવ પણ બચી શક્યો હોત.
સોમવારે વહેલી સવારે કથન ખરચર નામનો 21 વર્ષીય યુવક ગાંધીનગર રહેતા મામાના ઘરેથી YMCA પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી પર જવા બાઇક લઈને નીકળ્યો હતો. આ સમયે નિરમા યુનિવર્સિટી પાસે પહોંચતાં સવારે 6:30 વાગ્યાની આસપાસ કથનને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરને લીધે કથનને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક-પોલીસ અને મૃતક યુવકનાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યાં હતા. યુવાન દીકરાના મોતને પગલે પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
સુરતમાં 1 ડિસેમ્બરે સર્જાયેલા અકસ્માતે તમામ લોકોને હચમચાવી દીધા હતા. એક 18 વર્ષીય એક આશાસ્પદ યુવાન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનું બાઈક અકસ્માતમાં ધડથી માથું અલગ થઈ ગયું હતું. યુવક રોડ પર ઢસડાતાં માસના ટુકડા પણ રોડ પર વિખેરાયા હતા. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મૃતકે પોતાના મોતના માત્ર બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તે મોત અને સ્વર્ગની વાતો કરી રહ્યો હતો, જે વાત તેના માટે એક ભયાનક હકીકત બની. પ્રિન્સ નામનો યુવક પોતાની 'લેલા' (KTM)ને બહુ પ્રેમ કરતો હતો અને આ પ્રેમ જ પ્રિન્સને ભારે પડ્યો. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
14 નવેમ્બર: SG હાઇવે પર MBAના વિદ્યાર્થીએ કાર વડે બે હોમગાર્ડને ઉડાવ્યા
બે દિવસ પહેલાં મોતની રીલ, અકસ્માતમાં માથું ધડથી અલગ, CCTV
1 ડિસેમ્બરઃ એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયું હતું
14 નવેમ્બરની મોડીરાત્રે અમદાવાદના SG હાઈવે પર રાજપથ રંગોલી રોડ પાસે બાઇક પર જઈ રહેલા બે હોમ ગાર્ડ જવાનને પૂરઝડપે આવતા કારચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતથી બન્ને હોમગાર્ડ બાઇક સાથે રોડ પર પટકાતાં એકને ગંભીર ઈજા પહોંચી હતી. બાઈકને ટક્કર માર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ કારના ચાલકે આગળ પણ ત્રણ લોકોને અડફેટે લીધા હતા.
8 નવેમ્બરની સવારે 5 વાગ્યે થલતેજ અંડરબ્રિજમાં બંધ પડેલી આઈસર ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવતી કાર ઘૂસી જતાં કારચાલક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય બે યુવતીને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. આ કારમાં કિયા કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. અકસ્માત થતાંની સાથે જ ટ્રકનો ચાલક સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
9 નવેમ્બર: ઓઢવ રિંગ રોડ પર હિટ એન્ડ રન
8 નવેમ્બરઃ સવારે SG હાઈવે પરના ગુરુદ્વારા પાસેના અંડરબ્રિજમાં ટ્રક-કારનો અકસ્માત, યુવકનું મોત
અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર 9 નવેમ્બરની મોડીરાત્રે મોપેડ લઈને જઈ રહેલા બે ભાઈને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતાં બંને જમીન પર પટકાયા હતા, જેમાં મોપેડચાલક યુવકને માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત થયું હતું. અન્ય મોપેડ સવાર યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો.
14 નવેમ્બર: ખોખરામાં કાંકરિયા રોડ પર ન્યૂ ગ્રીન માર્કેટ પાસે હિટ એન્ડ રન
અમદાવાદના ખોખરા વિસ્તારમાં કાંકરિયા રોડ પર ન્યૂ ગ્રીન માર્કેટ પાસે 14 નવેમ્બરની મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ન્યૂ ગ્રીન માર્કેટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રમણભાઈ પરમાર રાત્રે 3 વાગ્યે ચા પીવા માટે જતા હતા, ત્યારે રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી નીચે પાડી દેતાં કોઈ વાહનનું વ્હીલ તેમના માથા ઉપરથી ફરી વળ્યું હતું, જેમાં તેમનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું
સરેરાશ 100 મૃતકમાં 30 હેલ્મેટ ન પહેરનારા 2023માં અકસ્માતોમાં 528 મોત થયાં હતાં, જેમાંથી 162 વાહનચાલકે હેલ્મેટ પહેર્યું ન હતું અર્થાત્ આ ટકાવારી 31 હતી. એ જ રીતે 2022માં અકસ્માતમાં 488 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 27 ટકા ટૂ-વ્હીલરચાલક હતા. અહીં પણ હેલ્મેટ ન પહેરવાને કારણે જ મૃત્યુ થયાં હતાં. 2024ના ઓગસ્ટ સુધીમાં શહેરમાં થયેલા કુલ રોડ અકસ્માતમાં 230થી વધુ લોકોનાં મોત થયાં છે. આમાં પણ 68 ટૂ-વ્હીલરચાલક હેલ્મેટ ન પહેર્યું હોવાથી મૃત્યુ પામ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામતા સરેરાશ 100 લોકોમાંથી 30 મૃતક હેલ્મેટ ન પહેરી હોવાથી ભોગ બને છે.
ટૂૂ-વ્હીલરને થતા અકસ્માતમાં હેલ્મેટ ન હોવાથી મોટા ભાગના કેસમાં માથામાં ગંભીર ઈજા થઈ હતી. તાજેતરમાં હાઇકોર્ટે પણ ટૂ-વ્હીલરચાલક તેમજ પાછળ બેસતી વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવા આદેશ કર્યો છે.
હેલ્મેટ નહીં પહેરવાને લીધે થયેલા મૃત્યુ અને કેસ-દંડ
| વર્ષ | મોત | હેલ્મેટ વગર | ટકા | કેસ | દંડ |
| 2022 | 488 | 130 | 27 | 12000 | 60.64 લાખ |
| 2023 | 528 | 162 | 31 | 11279 | 56.61 લાખ |
| 2024 | 226 | 67 | 30 | 66458 | 3.39 કરોડ |
