સામન્થા અને રાજે સંબંધોને જાહેર કર્યા?:એક્ટ્રેસએ દિગ્દર્શકને ગળે લગાવીને પોઝ આપ્યો અને તસવીર શેર કરી; 'ધ ફેમિલી મેન 2' બાદ બંન્નેનું મજબૂત બંધન
જ્યારે રાજ કાળા સૂટમાં જોવા મળે છે. બંને કેમેરા તરફ જોઈ રહ્યા છે. રાજનો એક હાથ સામન્થાની કમર પર છે, અને સામન્થા તેને બંને હાથથી પકડીને પોઝ આપી રહી છે.આ ફોટો સામન્થાના ફ્રેગરન્સ લોન્ચ ઇવેન્ટનો છે, જે આ અઠવાડિયાની શરૂઆતમાં યોજાયો હતો. તેણે આ ઇવેન્ટના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ પોસ્ટના કેપ્શનમાં, તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં લીધેલા નિર્ણયો અને નાની સફળતાઓની ઉજવણી વિશે વાત કરી.
સામન્થાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, 'મિત્રો અને પરિવારથી ઘેરાયેલી. છેલ્લા દોઢ વર્ષમાં, મેં મારી કારકિર્દીના કેટલાક સૌથી હિંમતવાન પગલાં લીધાં છે. મેં જોખમો લીધા છે, મારી અંતઃપ્રેરણા પર વિશ્વાસ કર્યો છે અને સફરમાં શીખી છું. આજે, હું આ નાની જીતની ઉજવણી કરી રહી છું. આવા પ્રામાણિક અને મહેનતુ લોકો સાથે કામ કરવા બદલ હું ખૂબ આભારી છું. મને તમારા પર વિશ્વાસ છે, આ તો ફક્ત શરૂઆત છે.'
જોકે બંનેએ હજુ સુધી તેમના સંબંધો અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરો અને તેમને સાથે જોવા મળતા હોવાથી, આ ચર્ચા ચાલુ રહે છે.
જણાવી દઈએ કે સામંથાએ 2017 માં એક્ટર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંનેના 2021 માં છૂટાછેડા થઈ ગયા હતા.
દરમિયાન, રાજ નિદિમોરુએ 2015માં શ્યામલી ડે સાથે લગ્ન કર્યા હતા. એનડીટીવીના અહેવાલ મુજબ, રાજ અને શ્યામલીએ 2022માં છૂટાછેડા લીધા હતા.
