Loading...

શેરબજાર ખુલતા જ ધડામ, સેન્સેક્સમાં 650 પોઈન્ટનો કડાકો:તે 84,450ના સ્તરે આવ્યો, નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઘટાડો, એશિયન પેઈન્ટ્સનો શેર સૌથી વધુ 3% ઘટ્યો

ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર

એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.31% વધીને 50,739.51 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે કોરિયાનો કોસ્પી 0.64% ઘટીને 4,128.41 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.84% ​​ઘટીને 25,549.94 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.13% ઘટીને 3,918.83 પર કારોબાર કરી રહ્યો છે.

8 ડિસેમ્બરના રોજ, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.45% ઘટીને 47,739.32 પર બંધ થયો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 0.14% અને S&P 500 0.35% ઘટીને બંધ થયો.

વિદેશી રોકાણકારોએ 6 દિવસમાં ₹10,203 કરોડના શેર વેચ્યા

  • 8 ડિસેમ્બરે વિદેશી રોકાણકારો (FIIs) એ કેશ સેગમેન્ટમાં ₹779.94 કરોડના શેર વેચ્યા. જ્યારે સ્થાનિક રોકાણકારો (DIIs) એ ₹2,459.60 કરોડની ખરીદી કરી.
  • ડિસેમ્બરના પ્રથમ 6 કારોબારી દિવસોમાં FIIs એ કુલ ₹10,982 કરોડના શેર વેચ્યા છે. આ દરમિયાન બજારને ટેકો આપનાર DIIsએ ₹21,908 કરોડના શેર ખરીદ્યા છે.
  • નવેમ્બર મહિનામાં FIIsએ કુલ ₹17,500.31 કરોડના શેર વેચ્યા. જ્યારે, DIIsએ ₹77,083.78 કરોડની ખરીદી કરી. એટલે કે, બજારને સ્થાનિક રોકાણકારોનો ટેકો છે.

ગઈકાલે સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 85,103 પર બંધ થયો હતો

  • સોમવાર, 8 ડિસેમ્બરે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 610 પોઈન્ટ (0.71%) ઘટીને 85,103 પર બંધ થયો. નિફ્ટી પણ 226 પોઈન્ટ (0.86%) ઘટીને 25,961ના સ્તરે બંધ થયો હતો.
  • સેન્સેક્સના 30માંથી 27 શેર ઘટીને બંધ થયા. BEL, ટ્રેન્ટ અને ઝોમેટોના શેરમાં સૌથી વધુ 5%નો ઘટાડો જોવા મળ્યો. કુલ 19 શેરમાં 1%-5% સુધીનો ઘટાડો રહ્યો.
  • નિફ્ટીના 50માંથી 47 શેર નીચે બંધ થયા. NSEનો રિયલ્ટી સેક્ટર સૌથી વધુ 3.53% ઘટ્યો. જ્યારે, મીડિયા, PSU બેંક અને હેલ્થકેર શેરોમાં 3% સુધીનો ઘટાડો રહ્યો હતો.

Image Gallery